<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

શહેર ભાજપ દ્વારા પ્રદેશ વિશેષ આમંત્રિત, કારોબારી આમંત્રિત અને શહેર સંગઠનની નવનિયુકત ટીમનું સન્‍માન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને સુચના મુજબ તાજેતરમાં નિમણુક થયેલ ગુજરાત પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્‍યો તથા કારોબારી સભ્‍યો રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમ અને વિવિધ મોરચાના સૌ હોદ્દેદારોનો અભિવાદન સમારોહ રાજકોટ શહેર ભાજપ  કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ અભિવાદન સમારોહના પ્રારંભે સૌ હોદ્દેદારોનું સ્‍વાગત ઢોલ નગારાંના તાલે અને ફટાકડા ફોડી આતશબાજી કરી કુમ કુમ તિલકથી સ્‍વાગત કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ રાજકોટ શહેરના તેમજ પ્રદેશના કાર્યક્રમોમાં જેમને વિશેષ આમંત્રણ આપવા નિયુકિત કરવામાં આવેલ એવા મહાનગરના વરિષ્‍ઠ આગેવાનો જેમાં પ્રદેશ ભાજપ વિશેષ આમંત્રીત સભ્‍ય વજુભાઇ વાળા, અને  ગોવિંદભાઇ પટેલ તેમજ પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍યઓ  ભાનુબેન બાબરીયા,  કમલેશભાઇ મીરાણી,  અરવિંદભાઇ રૈયાણી,  ધનસુખભાઇ ભંડેરી,  કશ્‍યપભાઇ શુકલ અને  રાજુભાઇ ધ્રુવનું સૌ પ્રથમવાર સન્‍માનિત કરી અભિવાદન સ્‍વાગત કરવામાં આવેલ હતું. આ ઉપરાંત, રાજકોટ મહાનગરની સંગઠનમાં નવનિયુકત મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્‍દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખઓ મેહુલભાઈ નથવાણી, મહેશભાઈ પીપળીયા, ભાર્ગવભાઈ મિયાત્રા, દીપાબેન કાચા, કેતનભાઈ વાછાણી, કૌશિકભાઈ ચાવડા, સોમાભાઈ ભાલીયા અને મેઘાબેન વૈશ્‍નવ, મંત્રીઓ કિશનભાઈ  ટીલવા, ગેલાભાઈ રબારી, સુનીલભાઈ ગોહેલ, ધર્મિષ્‍ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નિશાબેન રાણપરા અને અરુણાબેન પરમાર, કોષાધ્‍યક્ષ મયુરભાઈ શાહ, કાર્યાલયમંત્રી હિતેશભાઈ ઢોલરીયા, રાજકોટ મહાનગર સોશીયલ મીડીયાના શ્‍યામ ડાભી, આઈ.ટી.વિભાગના નિખીલ રાઠોડ, મીડીયાના હાર્દિક બોરડ તથા યુવા મોરચા પ્રમુખ મીલનભાઇ લીંબાસીયા, મહામંત્રી જયકિશનભાઇ ઝાલા અને હિમાંશુ રાજયગુરુ, મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી કિરણબેન હરસોડા, માધવીબેન જોગીયા, કિશાન મોરચા પ્રમુખ યોગેશ ભુવા, મહામંત્રી રાજેશભાઈ ડાંગરિયા, અનિલસિંહ પરમાર, બક્ષીપંચ મોરચા પ્રમુખ  બાબુભાઈ માટીયા, મહામંત્રી મહેશભાઈ મિયાત્રા, રાજેશભાઈ સવનીયા, અનુસુચિત જાતિ  મોરચા પ્રમુખ દિનેશભાઈ ગોહેલ, મહામંત્રી સંજય બગડા, અભિષેક ગોરી, અનુસુચિત જન જાતિ મોરચા પ્રમુખ મનોજ દુબલ, મહામંત્રી વિજય રાઠોડ, જીતેન્‍દ્રભાઈ વાઘેલા, લઘુમતિ મોરચા પ્રમુખ  ઈબ્રાહીમ સોની, ફિરોજભાઈ ડેલા, અમીનભાઈ સમા ને સન્‍માનીત કરવામાં આવેલ  આ તકે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવેએ જણાવ્‍યું હતું કે આગામી મહાનગરપાલિકાની ચુંટણી આવતી હોય શહેરના નવા બુથ, નવા બુથ પ્રમુખો, નવા વોર્ડ વિસ્‍તાર, શકિતકેન્‍દ્રો તેમના સંયોજકો  સહિત સામાન્‍ય નાગરિકો સાથે જનસંપર્ક કરી ભાજપની વિચારધારા સાથે જોડવા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ તરીકે તમારો પરિચય થાય અને ભાજપ પાર્ટીની કામગીરીની હકારાત્‍મક છાપ ઉભી કરી ચુંટણીમાં વધુને વધુ સીટો જીતવાનું લક્ષ્ય  આપવામાં આવેલ હતું. આ અભિવાદન સમારોહમાં ઉપરોકત હોદ્દેદારો સહિત રાજકોટના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ,   રાજકોટ શહેર પૂર્વ અધ્‍યક્ષ મુકેશભાઇ દોશી, કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર મેયર  નયનાબેન પેઢડીયા, પૂર્વ મહામંત્રી  અશ્વીનભાઇ મોલીયા તથા  વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, દંડક નેતા મનીષ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પુર્વ ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર ડૉ. પ્રદિપ ડવ, રક્ષાબેન બોળીયા સહિત અને રાજકોટ શહેર સંગઠનના પૂર્વ મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ સહિત કોર્પોરેટરો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, સેલના સંયોજકો સહ સંયોજકો સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ  ખાસ ઉપસ્‍થિત રહયા હતા. 

(3:44 PM IST)