<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

કાલથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્‍વતી અખીલ ભારતીય સંસ્‍કૃત સમારોહ આયોજન

રાજયપાલશ્રીની વિશેષ ઉપસ્‍થિતી રહેશઃ ત્રિસ્‍તરીય શોધપત્ર સ્‍પર્ધામાં ૬૦ પ્રોફેસરોઃ સંશોધકોએ ભાગ લીધો

રાજકોટઃ તા.૧૧ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે તા. ૧ર-૧૩ ફેબ્રુઆરીના મહર્ષિ દયાનંદ સરસ્‍વતી અખીલ ભારતીય સંસ્‍કૃત સમારોહ યોજાયો છે. જેનું ઉદઘાટન રાજયપાલશ્રીના હસ્‍તે કરવામાં આવશે.

બે દિવસીય સમારોહ દરમિયાન ઉદઘાટન સત્ર સિવાય કુલ ૧ર શૈક્ષણિક સત્રો યોજાશે, જેમાં વિદ્વવત્‍સપર્યા, ગુરૂકુલ વિમર્શ, નારી વિમર્શ, વેદાર્થ વિમર્શ, વૈદિક દેવતા, વિમર્શ શૈક્ષણિક ચિંતન, સામાજિક સમરસતા વિમર્શ, રાષ્‍ટ્રભૂત ચિંતન, યુવા વિમર્શ, ત્રિસ્‍તરીય શોધપત્ર સ્‍પર્ધા તેમજ સમારોપ સત્રનો સમાવેશ થાય છે.

જેમાં સંસ્‍કૃત સમારોહમાં વિદ્વવાન વકતાશ્રી તરીકે આચાર્યા ડો. સુમેધા જી (સંસ્‍થાપક આચાર્યા, શ્રીમદ્દ દયાનંદ કન્‍યા ગુરુકુલ મહાવિદ્યાલય, ચોટીપુરા, ઉત્તરપ્રદેશ), આચાર્યા બ્રહ્મચારી દિનેશજી, આચાર્યા શીતલજી,   આચાર્યા સત્‍યજિત મુનિજી, શ્રીકાંત જી. કાટદરે, હિમાંજય પાલિવાલ, કૃતેશભાઇ પટેલ જી,પ્રોફે. દેવસિહ રાઠોડ,પ્રોફે. એમ.કે. મોલિયા, પ્રોફે. મયૂરી ભાટિયા જી, પ્રો. ભાવપ્રકાશ ગાંધી જી વિગેરે વિદ્વાનોના વ્‍યાખ્‍યાન થશે

સમારોહમાં રાત્રિના સાંસ્‍કળતિક સત્રમાં રાજકોટમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા ‘‘વેદો કે સંવાહકઃમહર્ષિ દયાનંદ સરસ્‍વતી'' નાટયની પ્રસ્‍તુતિ કરવામાં આવશે. ઉપરાંત શાષાીય નળત્‍ય, વગેરે કાર્યક્રમો થશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અનુતાાતક સંસ્‍કળત વિભાગ દ્વારા ગુજરાત રાજ્‍ય સંસ્‍કળત બોર્ડ, ગાંધીનગરની અખિલભારતીય સંસ્‍કળત સમારોહ યોજના અંતર્ગત ‘‘રાષ્‍ટ્ર નિર્માણના પુરોધાઃ મહર્ષિ દયાનંદ સરસ્‍વતીૅ વિષય પર મહર્ષિ દયાનંદ સરસ્‍વતી'' અખિલ ભારતીય સંસ્‍કળત સમારોહ - ૨૦૨૬ માટે સંસ્‍કળત બોર્ડમાં દરખાસ્‍ત કરવામાં આવી.સંસ્‍કળત બોર્ડ દ્વારા રૂ.૭ લાખ ગ્રાન્‍ટમંજુર કરવામાં આવી છે.

 ૧૨ ફેબ્રુઆરીના મહર્ષિ દયાનંદ સરસ્‍વતીનો જન્‍મ દિવસ હોય પ્રતિવર્ષ મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સમારોહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્‍યું, આ પ્રથમ સમારોહનું ઉદ્દઘાટન   રાજ્‍યપાલશ્રીના હસ્‍તે થશે.

૨૦૨૬ના આ પ્રથમ અખિલભારતીય સંસ્‍કળત સમારોહ યોજાઈ રહ્યો છે.  પરિસંવાદના ઉદ્ધાટન સત્રમાં  કુલપતિશ્રી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સંશોધન કેન્‍દ્રની સ્‍થાપનાની જાહેરાત કરવામાં આવશે.

આ શોધ કેન્‍દ્ર માટે સ્‍ટાફ સાથે વાર્ષિક ધોરણે ગ્રાન્‍ટ માટે રાજ્‍યસરકારશ્રીમાં અનુતાાતક સંસ્‍કળત ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્‍ત મોકલવામાં આવી છે. જે શોધ કેન્‍દ્રની સ્‍થાપનાની આજે કુલપતિશ્રીએ જાહેરાત કરવામાં આવશે. આર્યસમાજના આચાર્યો તેમજ વિવિધ યુનિવર્સિટીઓમાંથી આવનાર વિદ્વાનો દ્વારા દયાનંદ સરસ્‍વતીના વૈદિક વિચારધારા, સામાજિક સમરસતા, નારી શિક્ષણ, રાષ્‍ટ્રભાવના અને સાંસ્‍કળતિક પુનર્જાગળતિ વિષયક વિચારધારા અંગે વક્‍તવ્‍ય આપવામાં આવશે. પરિસંવાદમાં યુનિવર્સિટીના અધ્‍યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ તથા સંસ્‍કળત અભ્‍યાસમાં રસ ધરાવતા મોટી સંખ્‍યામાં શ્રોતાઓ ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા   કુલપતિશ્રીના માર્ગદર્શનમાં કુલસચિવશ્રી BoM સભ્‍યશ્રીઓ અનુતાાતક સંસ્‍કળત ભવનના અધ્‍યક્ષશ્રી પ્રો. આર. એન કાથડ અને આ સમારોહ માટેની આયોજક સમિતિના સદસ્‍યો અને અનુસ્‍નાતક  સંસ્‍કળત ભવન ના છાત્રો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

(4:19 PM IST)