<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાજકોટના સર ગામે ‘તું બીજા સાથે વાત કરે છે’ કહી નિરાલીબેનને પતિનો ત્રાસ

સાસુ-સસરા પણ પતિનો સાથ આપતા હોવાનો આરોપઃ આજીડેમ પોલીસે ધવલ ભટ્ટ, તેના પિતા-માતા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૧ઃ  સર ગામે રહેતી ૨૫ વર્ષીય પરિણીતાને તેના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી પિયર જતી રોકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 
આ બનાવમાં આજીડેમ પોલીસે સર ગામે રહેતી નિરાલીબેન ધવલ ભટ્ટ (ઉ.વ.૨૫)ની ફરિયા પરથી તેણીના પતિ ધવલ, સાસુ પ્રજ્ઞાબેન અને સસરા કોશિકભાઇ ભટ્ટ વિરૂધ્ધ ગુનો નોîધ્યો છે. નિરાલીબેનના લગ્ન ૯ વર્ષ પહેલા સર ગામના ધવલ ભટ્ટ સાથે થયા છે. સંતાનમાં તેમને ૮ વર્ષનો પુત્ર અને ૧ વર્ષની પુત્રી છે. આશરે ત્રણ વર્ષ પહેલાં પતિને બીજા લગ્ન કરવા હોવાથી વિખવાદ થતા સમાજની હાજરીમાં છૂટાછેડા થયા હતા. બાદમાં સાસરીયા પક્ષે આવીને માફી માંગી ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપતા નિરાલીબેન સંતાનોના ભવિષ્ય માટે પરત સાસરે આવ્યા હતા.
પરંતુ પરત આવ્યા બાદ થોડો સમય બધુ સારુ ચાલ્યું હતું. પરંતુ છેલ્લા છ મહિનાથી પતિ ધવલ નાની નાની બાબતે ઝઘડો કરી અલગ રહેવા જતો રહ્ના હતો. જ્યારે નિરાલીબેન ઘરે હાજર હોય ત્યારે પતિ તેમની પર અન્ય પુરૂષ સાથે વાત કરવાની શંકા રાખી શારીરિક ત્રાસ ગુજારતો હતો. સાસુ અને સસરા પણ અવારનવાર માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા.
દરમિયાન મંગળવારે ૧૦મીઍ સવારે નિરાલીબેનને તેડવા તેના પિતા સંજયભાઇ આવ્યા ત્યારે નિરાલીબેને પિયર જવાની વાત કરી ત્યારે તેમના સસરા કૌશિકભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પુત્રી અને પિતાને ગંદી ગાળો આપી જો પિયર ગઈ તો ટાંટીયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મામલો બિચકતા પિતાઍ ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતા જ સાસરીયાઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં તેણીઍ આજીડેમ પોલીસમાં જાણ કરતાં પીઍસઆઇ આર. ઍમ. સાખરાઍ ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. 

(4:22 PM IST)