તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
પંદર વર્ષની બાળા દૂષ્કર્મને કારણે સગર્ભા બની, બાળકનો જન્મ થતાં ત્યજી દીધું'તું
માધાપર ચોકડીએ નવજાતને ત્યજી દેનાર જનેતાને ગાંધીગ્રામ પોલીસે શોધીઃ દેવભુમિ દ્વારકા પંથકમાં રહેતાં દાહોદ ગરબાડાના અનિલ વિરૂધ્ધ બળાત્કાર-પોક્સો હેઠળ ગુનો : ગાંધીગ્રામ પોલસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં મહિલા પીએસઆઇ પી. બી. વારોતરીયા અને ટીમે દિવસો સુધી મહેનત કરી બાળકને ત્યજી દેનારને એમપીથી શોધી કાઢતાં દૂષ્કર્મની વિગતો સામે આવી

રાજકોટ તા. ૧૧: શહરની માધાપર ચોકડીએ ગત ૨૭મી જાન્યુઆરીના રોજ એમઆરએફના શો રૂમ પાસેથી જીવીત નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. આ બાળકને ૧૦૮ની ટીમે તુરત જ સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડયું હતું. ગાંધીગ્રામ પોલીસની ટીમે આ બાળક ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા કોણ? તેની તપાસ શરૂ કરી હતી. આ તપાસ આગળ વધતાં ચોંકાવનારી હકિકત સામે આવી છે. દેવભુમિ દ્વારકા પંથકમાં દૂષ્કર્મને લીધે સગર્ભા બની ગયેલી ૧૫ વર્ષની બાળાએ આ બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દીધાનું ખુલ્યું છે. પોલીસે આ મામલે મુળ દાહોદ ગરબાડાના શખ્સ વિરૂધ્ધ બળાત્કાર, પોક્સો હેઠળ ગુનો નોંધી આ ઘટના દેવભુમિ દ્વારકા પંથકની હદમાં બની હોઇ એફઆઇઆર વધુ તપાસ માટે ત્યાં મોકલી છે.
જાણવા મળ્યા મુજબ જે તે વખતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મયુરસિંહ જાડેજાએ શેઠનગરમાં રહેતાં ચેતનભાઈ રાયધનભાઈ જીલરીયાની ફરિયાદ પરથી નવજાત બાળકની માતા અને તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ બાળકને અસુરક્ષીત રીતે ત્યજી દેવાનો ગુનો નોંધ્યો હતો. ચેતનભાઇએ જણાવ્યુ઼ હતું કે હું જામનગર રોડ સંતોષીનગર રોડ ખાતે ચા-પાણી પિતો હતા ત્યારે સંતોષીનગરની સામે રેલવાના પટમાં ઝુંપડપડ્ડી પાસે માણસો ભેગા થયેલ હતા. ત્યાં રડવાનો અવાજ આવતા માસણસો ભેગા થયેલ હોય. ત્યાં જઈને જોયેલ તાજુ જન્મેલ પુરૂષ બાળક સફેદ જેવી ચાદરમા વિંટાળેલુ હતું. ૧૧૨નો સ્ટાફ આવી જતા જેને ૧૦૮ એમ્બયુલન્સમાં આ બાળકને ઝનાના હોસ્પીટલમાં ખસેડયું હતું. બાળકનો જન્મ ત્યજી દીધાના દિવસે જ થયાનું જણાયું હતું.
આ બનાવની આળગની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ મેડમ પી. બી. વારોતરીયા અને ટીમે હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવા ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી હતી. તપાસને અંતે પોલીસ આ બાળકને ત્યજી દેનાર જનેતા સુધી પહોંચી હતી. આ જનેતા ૧૫ વર્ષની સગીરા હતી. પોલીસે તેણીની પુછતાછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે પોતે અગાઉ દેવભુમિ દ્વારકા પંથકમાં દસેક મહિના પહેલા મજુરી કરવા ગઇ હતી ત્યારે મુળ દાહોદ ગરબાડાના અનિલ રમેશભાઇ ભુરીયા નામના શખ્સે તેની સાથે બળજબરી આચરી શરીર સંબંધ બાંધી લીધો હતો. જેના કારણે ગર્ભ રહી ગયો હતો. આ બાળકનો જન્મ રાજકોટ ખાતે ૨૭મીએ સવારે થયો હતો અને આબરૂ જવાની બીકે એ જ દિવસે ત્યજી દીધુ હતું.
આ ઘટના પછી ભોગ બનનાર બાળાને લઇને તેના પરિવારજનો વતન એમપી જતાં રહ્યા હતાં. માહિતીને આધારે ત્યાંથી બોલાવી વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. પી. વારોતરીયાએ આ મામલે ભોગ બનનાર સગીરાના માતાની ફરિયાદ પરથી અનિલ ભુરીયા વિરૂધ્ધ ઝીરો નંબરથી દૂષ્કર્મ પોક્સો હેઠળ ગુનો નોંધી ફરિયાદ ત્યાંની પોલીસને મોકલી આપી છે. દૂષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ જન્મ આપેલુ બાળક હાલ સારવાર હેઠળ છે
(4:19 PM IST)










