<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રેલ્‍વે એલસીબીએ જંકશન સ્‍ટેશનેથી ગોંડલના મોહસીનને દારૂ સાથે દબોચ્‍યો

મુંબઇથી ૬૬ હજારનો દારૂ થેલાઓમાં ભરી ટ્રેન મારફતે લાવ્‍યો'તોઃ એલસીબી પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: રેલ્‍વે સ્‍ટેશન પર આગામી મહાશિવરાત્રીના તહેવારને અનુલક્ષીને કડક ચેકીંગ ઝુંબેશ યોજવા ઉચ્‍ચ અધિકારીઓની સુચના મળી હોઇ તે અંતર્ગત રેલ્‍વે એલસીબીની ટીમે રાજકોટ જંકશન સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નં. ૧ પરથી ગોંડલ સુમરા સોસાયટીના રહેવાસી અને હાલ ગોંડલમાં સરવૈયા શેરીમાં રહેતાં મોહસીન મહદમભાઇ સમા (ઉ.વ.૩૫)ને થેલા સાથે પકડી લઇ તલાશી લેતાં અંદરથી રૂા. ૬૬૩૦૦નો દારૂ મળી આવતાં તેની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં આ શખ્‍સે પોતે મજુરી કરતો હોવાનું અને મુંબઇથી વેંચવા માટે દારૂ લાવ્‍યાનું રટણ કર્યુ હોઇ તેની વધુ તપાસ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ રહી છે.  રેલ્‍વેના ઇન્‍ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ, પヘમિ રેલ્‍વેના અધિક્ષક યશપાલ જગાણીયાએ ટ્રેન મારફતે થતી નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા આપેલ સૂચના અન્‍વયે રેલ્‍વે પોલીસ સતર્ક બની હતી. આ ઝુંબેશ હેઠળ રેલ્‍વે એલસીબી પીઆઇ જે.આર.દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ એલસીબીના પીએસઆઇ જે. એમ. પરમાર, એએસઆઇ હરપાલસિહ સરદારસિંહ, હેડકોન્‍સ્‍ટેબલ પળથ્‍વીરાજસિંહ જયવંતસિંહ, હેડકોન્‍સ્‍ટેબલ ધર્મેન્‍દ્રસિંહ મહાવીરસિંહ, પોલીસ કોન્‍સ્‍ટેબલ દિવ્‍યરાજસિહ વાધુભા, ભુપતભાઇ કાનાભાઇ અને જયેશભાઇ નાથાભાઇએ આ કામગીરી કરી હતી. 

(12:15 PM IST)