<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

લાઇમ ઇન્સ્ટીટયુટ દ્વારા ઇમ્પોર્ટ ઍકસપોર્ટ ક્ષેત્રે ઉપયોગી માહીતીની નિઃશુલ્ક સેવા

રાજકોટ : ભારત આંતરરાષ્ટ્રીય વેપારમાં સતત પોતાની પકડ મજબૂત કરી રહ્નાં છે ત્યારે ઇમ્પોર્ટ-ઍકપોર્ટ કઇ રીતે શરૂ કરવું તેનાથી લઇ ભારતીય યુવાનો સ્વનિર્ભર બની ઇમ્પોર્ટ-ઍક્પોર્ટ ઉદ્યોગ કરતા થાય તેના માટે રાજકોટ ખાતે લાઈમ ઇન્સ્ટીટ્યુટૅ કાર્યરત છે જે ઇમ્પોર્ટ-ઍક્પોર્ટ ઉદ્યોગમાં ખરીદનારનું લીસ્ટ, માર્કેટ રીસર્ચ અને ગ્રોથવાઇઝ પ્રોડક્ટ લિસ્ટ વિનામુલ્યે આપતી ભારતી ઍકમાત્ર ઇન્સ્ટીટ્યુટ બની છે.

આ અંગે લાઇમ ઇન્સ્ટીટ્યુટના અલ્પેશભાઇ પટેલ અને કેતનભાઇ પટેલઍ જણાવ્યું હતું કે, લાઇમ ઍકમાત્ર સંસ્થા છે જે ઍક્સપોર્ટ ઇમ્પોર્ટ અને ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ જેવી પ્રોફેશનલ કોર્ષ સર્ટિફિકેશન અને વોકેશનલમાં તાલીમ પૂરી પાડે છે. લાઇમ ઇન્સ્ટીટ્યુટે ગુજરાત અને ભારતમાં ૪૦૦૦ થી વધુ બિઝનેસ - પ્રોફેશનલને તાલીમ આપી છે. ખાસ કરીને ઉદ્યોગસાહસિકો, કોર્પોરેટ, ઉદ્યોગપતિ, ઉત્પાદક, વેપારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નિકાસ-આયાત વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો માટે ભારતમાં ઍકમાત્ર લાઇમ ઇન્સ્ટીટ્યુટ છે જે ઇમ્પોર્ટ-ઍક્પોર્ટ ઉદ્યોગમાં ૧૫૦ દેશોના ખરીદનાર, ૧૫૦ દેશોમાં વેચનાર, માર્કેટ રીસર્ચ અને કઇ -પ્રોડક્ટ સૌથી વધુ ચાલે છે તેનું દેશ મુજબનું લીસ્ટ ઉપરાંત વેબપોર્ટલ, ઍપ્લીકેશન, ટ્રેડ સપોર્ટ, ૭૦૦ થી વધુ કંપનીઓમાં પ્લેસમેન્ટ આસીસ્ટન્ટ, ઇમ્પોર્ટ-ઍક્પોર્ટ મટીરિયલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ગાઇડ, પોર્ટ વિઝીટ વગેરે અનેક ઉપયોગી ડેટા અને માહિતી સંપૂર્ણ ફ્રિ આપે છે.

(6:38 PM IST)