તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
મિત્ર પાસેથી ઉછીના લીધેલા આઠ લાખ ચુકવી ન શકતાં કારખાનેદારે ઝેર પીધું
કૃપાલ અખીયાણીયાએ કારખાનામાં જ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૯: કારખાનેદાર યુવાને મિત્ર પાસેથી ધંધાના કામે ઉછીની રકમી લીધી હોઇ હાલમાં આ રકમ પરત નહિ કરી શકતાં અને ઉઘરાણી પણ થતી હોઇ કંટાળી જઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયો છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા કોલોનીમાં રહેતો કૃપાલભાઇ પ્રકાશભાઇ અખીયાણીયા (ઉ.વ.૩૨) સવારે દસેક વાગ્યે નેહરૂનગર વિરાણી અઘાટમાં પોતાના કારખાને ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભક્તિનગર પોલીસને જાણ કરાઇ હતી. કૃપાલભાઇ એક બહેનથી મોટો છે અને સંતાનમાં એક દિકરો છે. વિશ્વકર્મા એન્જિનીયરીંગ નામે લેથ મશીનનું કારખાનુ ચલાવે છે. મિત્ર પાસેથી આઠ લાખ ઉછીના લીધા હોઇ હાલમાં ધંધો ચાલતો ન હોઇ રકમ પાછી આપી ન શકતાં ચિંતામાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.
(3:48 PM IST)










