તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
રાજકોટના હેમુ ગઢવી હોલમાં 'હું નથુરામ' નાટક દરમિયાન કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : કેટલાક કર્યકારોની અટકાયત
ઘટનાને પગલે હોલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે ચાલી રહેલા 'હું નથુરામ' નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નાટક શરૂ થતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોલમાં ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર સાથે સ્ટેજ પર ચડી ગયા હતા આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે હોલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(12:15 AM IST)










