<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

મારવાડી યુનિવર્સીટીમાં ડિવાઇન-શાનનો ધમાકેદાર શો

મારવાડી કેમ્‍પસમાં યુવાનોમાં ઉત્‍સાહ-સંગીતના તાલ સાથે ક્રિએટીવીટીની અનેરી ઝલક જોવા મળી ત્રણ દિવસમાં ૭૦થી વધુ ઇવેન્‍ટસમાં ૧પ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

રાજકોટ, તા. ૭: મારવાડી યુનિવર્સિટીના કેમ્‍પસમ્‌ાં છેલ્લા ત્રણ દિવસથી યુવાનોનો ઉત્‍સાહ, સંગીતના તાલ, હાસ્‍યની  રમૂજ અને ક્રિએટિવિટીની ઝલક એકસાથે જોવા મળી. યુનિવર્સિટીના ફલેગશિપ યુથ ફેસ્‍ટ ‘એમ્‍યુલેટ ૨૦૨૬'નું ૪થી ૬ ફેબ્રુઆરી દરમિયાન આયોજન થયું. અગાઉ એમ.યુ. ફેસ્‍ટ તરીકે ઓળખાતો આ ફેસ્‍ટ આ વખતે નવા નામ અને વધુ મોટા કેનવાસ સાથે સામે આવ્‍યો. આયોજનકર્તાઓ મુજબ ત્રણ દિવસમાં ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા અને ૭૦થી વધુ ઇવેન્‍ટ્‍સમાં ભાગ લીધો.

ફેસ્‍ટનું સૌથી મોટું આકર્ષણ મ્‍યુઝિકલ નાઇટ્‍સ રહ્યું. પહેલા દિવસે રેપર ડિવાઈનના બીટ્‍સે કેમ્‍પસને કન્‍સર્ટ ગ્રાઉન્‍ડમાં ફેરવી દીધોラવિદ્યાર્થીઓ ઉત્‍સાહથી ઝૂમતા રહ્યા અને આખો માહોલ ‘ઓન ફાયર' બની ગયો. ત્‍યારબાદ જાણીતા પ્‍લેબેક સિંગર શાનના મધુર ગીતોએ માહોલને ભાવસભર બનાવી દીધો. વિદ્યાર્થીઓ માટે આ રાત માત્ર શો નહીં, પણ યાદગાર અનુભવ બની રહી.

મ્‍યુઝિકલ નાઇટ્‍સ પછી ફેસ્‍ટમાં હાસ્‍યનો તડકો પણ લાગ્‍યો. લોકપ્રિય સ્‍ટેન્‍ડ-અપ કોમેડિયન ગુરલીન પન્નૂ અને રવિ ગુપ્તાએ પોતાની ચુસ્‍ત વન-લાઇનર્સ અને દૈનિક જીવનની વાતોને મજાકીય અંદાજમાં રજૂ કરી. પરિણામે ઓડિટોરિયમમાં સતત હાસ્‍ય થતુ.

ફેસ્‍ટમાં મનોરંજન સાથે પ્રેરણા પણ જોડાઈ. અપરશક્‍તિ ખુરાના, શિવાંકિત સિંહ અને અનન્‍યાસિંહ સાથે યોજાયેલી ફાયરસાઇડ ચેટમાં વિદ્યાર્થીઓએ તેમની વ્‍યક્‍તિગત સફર, ક્રિએટિવિટીના પડકારો અને એન્‍ટરટેઇનમેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીની બદલતી દિશા વિશે સીધા પ્રશ્‍નો પૂછયા. આ સેશનમાં ‘કેમિકલ જેવી' ઉર્જા સાથે ‘રીયલ' અનુભવોની વાતો થતાં વિદ્યાર્થીઓ ખાસ રસ લેતા જોવા મળ્‍યા.

મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્‍ટી ધ્રુવ મારવાડી એ કહ્યું કે એમ્‍યુલેટ ૨૦૨૬નો ઉદ્દેશ યુવાનોને એક એવું પ્‍લેટફોર્મ આપવાનો છે જ્‍યાં તેઓ પોતાની વાત ખુલ્લેઆમ કહી શકે, નવી રીતે વિચાર કરી શકે અને આત્‍મવિશ્વાસ સાથે આગળ વધી શકે. તેમના જણાવ્‍યા મુજબ ફેસ્‍ટની વિશાળતા અને વિવિધતા યુનિવર્સિટીની વિદ્યાર્થી-કેન્‍દ્રિત પ્રવળત્તિઓની દિશા બતાવે છે.

પ્રથમ સાંજનો ખાસ હાઇલાઇટ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ફેશન શો રહ્યો. વિદ્યાર્થીઓએ આધુનિક ડિઝાઇન સેન્‍સ, ઇનોવેશન અને સ્‍ટેજ કોન્‍ફિડન્‍સ સાથે રેમ્‍પ પર પોતાની રજૂઆત કરી. ફેસ્‍ટનું ‘સ્‍ટુડન્‍ટ એમ્‍પાવરમેન્‍ટ'નું મેસેજ આ ઇવેન્‍ટમાં સ્‍પષ્ટ દેખાયું. કુલ મળીને, એમ્‍યુલેટ ૨૦૨૬માં સંગીત, કોમેડી, સંવાદ અને સ્‍ટુડન્‍ટ-ટેલેન્‍ટનું મિશ્રણ જોવા મળ્‍યું-અને રાજકોટના યુવા વર્ગમાં આ ફેસ્‍ટ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્‍યો.

(3:50 PM IST)