<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

રાજકોટ એસટી મહાશિવરાત્રી મેળા માટે ૩૦ એક્‍સ્‍ટ્રા બસો દોડાવશે

મુસાફરોની સુવિધા જાળવવા વિશેષ એકશન પ્‍લાન જાહેર

રાજકોટઃ જૂનાગઢની પાવનકારી ગિરનાર તળેટીમાં આગામી તારીખ ૧૧થી ૧૫ જૂન દરમિયાન આયોજિત મહાશિવરાત્રીના મેળાને ધ્‍યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ સજ્જ બન્‍યું છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા માટે વિભાગ દ્વારા વિશેષ એક્‍શન પ્‍લાન જાહેર કરવામાં આવ્‍યો છે.રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતા વિવિધ ૯ ડેપો પરથી જૂનાગઢ માટે સીધી બસ સેવાઓ કાર્યરત કરવામાં આવશે. મેળા દરમિયાન યાત્રાળુઓને પરિવહનમાં કોઈ હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્‍યું છે. રાજકોટ ડિવિઝન દ્વારા કુલ ૩૦ વધારાની બસો ફાળવવામાં આવી છે. રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી સીધી જૂનાગઢની કનેક્‍ટિવિટી સમયગાળોઃ મેળો શરૂ થાય ત્‍યારથી અંત સુધી (૧૧થી ૧૫ જૂન) આ બસો અવિરત સેવા આપશે.ટ્રાફિકના ભારણને જોતા જરૂર પડે તો બસોની સંખ્‍યામાં વધારો કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. મહાશિવરાત્રીનો મેળો સૌરાષ્ટ્રની અસ્‍મિતાનું પ્રતિક છે.

મૃગી કુંડમાં શાહી સ્‍નાન અને દિગંબર સાધુઓના દર્શનનું વિશેષ મહત્‍વ હોવાથી દર વર્ષે લાખોની મેદની ઉમટી પડે છે. રાજકોટ એસટીની આ સક્રિયતાથી ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારના મુસાફરોને મોટી રાહત મળશે.

(4:08 PM IST)