<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

રાજકોટમાં ઉનાળા જેવું વાતાવરણઃ ૩૪.૪ ડીગ્રી

રાજકોટઃ ટંડીમાં સાવ ઘટાડો થઈ ગયો છે. જાણે શિયાળાએ વિદાય લઈ લીધી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘર, ઓફિસ, દુકાનોમાં ફરી એ.સી., પંખા ચાલુ થઈ ગયા છે. તો રાજકોટમાં આજે ઉનાળા જેવો તાપ વરસી રહ્યો છે. આંશિક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન શાસ્‍ત્રીઓ જણાવે છે કે આવતા અઠવાડીયે પણ કઈ ખાસ ઠંડી જોવા મળશે નહીં.

(4:09 PM IST)