<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ગોંડલ ચોકડી પાસે પાણીનો વાલ્‍વ તુટયોઃ અનેક વિસ્‍તારો પાણી-પાણી

ચોમાસા જેવો માહોલ : હજારો લીટર પાણી વેડફાયું : મનપાનું યુધ્‍ધના ધોરણે રીપેરીંગ

રાજકોટ, તા., ૭: મનપા તંત્ર શહેરીજનોને પાણી વિતરણ કરવામાં વામણું પુરવાર થઇ રહયું છે. તો બીજી તરફ ગોંડલ ચોકડી પાસે વાલ્‍વ તુટતા પાણીની રેલમછેલ થવા પામી છે.

ગત રાત્રીના ૩ વાગ્‍યા આસપાસ કોઇ પણ કારણસર વાલ તુટી જતા પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થયો હતો. આસપાસના વિસ્‍તારોમાં ચોમાસાની જેમ પાણીની નદીઓ વહેતી થઇ હતી. બાયપાસ સર્વિસ રોડ પાસે આજી ડેમથી પુનીત નગરના ટાંકામાં જતી લાઇનનો વાલ તુટયો હોવાથી હજારો લીટર પાણી વેડફાયું હતું.

આ ઘટના અંગે કોર્પોરેશનને જાણ થતા યુધ્‍ધના ધોરણે કામગીરી કરી વાલ રીપેર કરી પાણીનો વેડફાટ અટકાવ્‍યો હતો.

(4:09 PM IST)