<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

શહેરને સફાઇમાં અવ્‍વલ લાવવા મનપા ઉંધા માથે

સ્‍વચ્‍છ સર્વેક્ષણ ર૦ર૬ માટે એકશન પ્‍લાન તૈયાર કરાવતા તુષાર સુમેરા : અધિકારીઓને ઝીણવટ ભર્યુ અને પરિણામલક્ષી આયોજન, વોર્ડ કક્ષાએ જવાબદારી, નાગરિકોની ભાગીદારી સહિતના મુદે મ્‍યુનિ. કમિશનરની ઉપસ્‍થિતીમાં બેઠક યોજાઇ

રાજકોટ, તા. ૭: સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬ને ધ્‍યાનમાં રાખીને રાજકોટ શહેરને ખરા અર્થમાં સ્‍વચ્‍છ, સુંદર અને આરોગ્‍યપ્રદ બનાવવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન આયોજન શરૂ કરવામાં આવ્‍યું છે. આ અનુસંધાને મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાની અધ્‍યક્ષતામાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્‍વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં શહેરની વર્તમાન સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થા, આવનારા સમયમાં હાથ ધરવાના સુધારાત્‍મક પગલાં, નાગરિકોની ભાગીદારી અને વોર્ડ કક્ષાએ જવાબદારી નિર્ધારણ અંગે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી.

ઝીણવટભર્યું અને

પરિણામલક્ષી આયોજન

બેઠક દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ તમામ અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યું હતું કે, સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬ને ધ્‍યાનમાં રાખીને શહેરની સ્‍વચ્‍છતા અંગે માત્ર સામાન્‍ય નહીં પરંતુ ઝીણવટભર્યું, વાસ્‍તવિક અને પરિણામલક્ષી આયોજન તૈયાર કરવામાં આવે.

દરેક વિભાગે પોતાના કાર્યક્ષેત્ર અનુસાર સફાઈ, કચરા સંકલન, ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્‍શન, વેસ્‍ટ સેગ્રેગેશન, જાહેર સ્‍થળોની સફાઈ, જાહેર શૌચાલયોની જાળવણી તથા ગંદકી નિવારણ માટે ચોક્કસ એક્‍શન પ્‍લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.

વોર્ડ કક્ષાએ જવાબદારી નિર્ધારણ

 શહેરની સ્‍વચ્‍છતા વોર્ડ સ્‍તરે મજબૂત બને તે હેતુસર દરેક વોર્ડ ઓફિસર્સને તેમના-તેમના વોર્ડમાં સ્‍વચ્‍છતા જાળવવાની સીધી જવાબદારી સોંપવામાં આવી છે. વોર્ડ સ્‍તરે રોજિંદી સફાઈ કામગીરી, સ્‍ટાફની હાજરી, સાધનસામગ્રીનો યોગ્‍ય ઉપયોગ તથા નાગરિકોની ફરિયાદોનું તાત્‍કાલિક નિવારણ થાય તે માટે ખાસ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે.

મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છતા હવે માત્ર એક વિભાગની જવાબદારી નહીં પરંતુ સમગ્ર ટીમની સંયુક્‍ત જવાબદારી છે, અને દરેક વોર્ડમાં સ્‍વચ્‍છતા દેખાય તે રીતે કામગીરી થવી જોઈએ.

રાજકોટને અવ્‍વલ ક્રમે લાવવા

બેઠકમાં આવનારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬માં રાજકોટ શહેરને અવ્‍વલ ક્રમે લાવવાનો દૃઢ સંકલ્‍પ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. આ હેતુસર શહેરના દરેક વિસ્‍તારને સ્‍વચ્‍છ, ગંદકી રહિત અને વ્‍યવસ્‍થિત બનાવવા માટે સતત મોનિટરિંગ, ફીલ્‍ડ વિઝિટ, સરપ્રાઇઝ ચેક અને રિવ્‍યૂ મિટિંગ્‍સ હાથ ધરવામાં આવશે.

સાથે સાથે નાગરિકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગળતિ ફેલાવવા માટે વિવિધ અભિયાન, જનજાગળતિ કાર્યક્રમો, શાળાઓ, માર્કેટ એરિયા અને રહેણાંક વિસ્‍તારોમાં વિશેષ પ્રવળત્તિઓ આયોજન કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

નાગરિકોની ભાગીદારી સાથે સ્‍વચ્‍છ રાજકોટનું લક્ષ્ય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા અભિયાનને સફળ બનાવવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારીને કેન્‍દ્રસ્‍થાને રાખવામાં આવી છે. કચરાનુંસ્ત્રોત પર વિભાજન (વેટ-ડ્રાય સેગ્રેગેશન), ડોર-ટુ-ડોર કચરા સંકલન સાથે સહકાર, ખુલ્લામાં કચરો ન ફેંકવો, જાહેર સ્‍થળો અને જાહેર સંપત્તિની સ્‍વચ્‍છતા જાળવવી તેમજ આરોગ્‍યપ્રદ આદતો અપનાવવા નાગરિકોને સતત પ્રોત્‍સાહિત કરવામાં આવશે.

નાગરિકો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, રેસિડેન્‍ટ વેલ્‍ફેર એસોસિએશન, વેપારી મંડળો તથા શૈક્ષણિક સંસ્‍થાઓને પણ સ્‍વચ્‍છતા અભિયાન સાથે જોડીને શહેરવ્‍યાપી જનઆંદોલનનું સ્‍વરૂપ આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્‍યો છે.

મોનિટરિંગ અને

સમીક્ષા વ્‍યવસ્‍થા

સ્‍વચ્‍છતા કામગીરી અસરકારક રીતે અમલમાં આવે તે માટે વોર્ડ તથા ઝોન સ્‍તરે સતત મોનિટરિંગ અને સમીક્ષા કરવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. નિયમિત ફીલ્‍ડ વિઝિટ, સરપ્રાઇઝ ચેક, ફોટોગ્રાફિક રેકોર્ડ, કામગીરીની દૈનિક અને સાપ્તાહિક સમીક્ષા દ્વારા ખામીઓ તાત્‍કાલિક દૂર કરવા સૂચનાઓ આપવામાં આવશે.

સ્‍વચ્‍છ સર્વેક્ષણના તમામ માપદંડોને ધ્‍યાનમાં રાખીને આયોજન

 સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬ના તમામ પેરામિટર્સ અને મૂલ્‍યાંકન માપદંડોને ધ્‍યાનમાં રાખીને શહેરવ્‍યાપી આયોજન કરવામાં આવશે. તેમાં સાફ-સફાઈ, વેસ્‍ટ મેનેજમેન્‍ટ, જાહેર શૌચાલયોની જાળવણી, નાગરિક પ્રતિસાદ, ઇનોવેશન અને બેસ્‍ટ પ્રેક્‍ટિસીસ સહિતના તમામ પાસાઓનો સમાવેશ કરવામાં આવશે. દરેક વિભાગને સર્વેક્ષણના અલગ-અલગ માપદંડ અનુસાર કામગીરી સોંપી તેની પ્રગતિની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે.

સ્‍વચ્‍છ, સુંદર અને

આરોગ્‍યપ્રદ તરફ દ્રઢ પગલાં

મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ અંતમાં જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬ માત્ર રેન્‍કિંગ પૂરતું નથી, પરંતુ રાજકોટના દરેક નાગરિક માટે સ્‍વચ્‍છ, સુંદર અને આરોગ્‍યપ્રદ જીવનશૈલી સુનિヘતિ કરવાનો એક અવસર છે. અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોના સંયુક્‍ત પ્રયાસોથી રાજકોટ શહેરને ખરા અર્થમાં સ્‍વચ્‍છ બનાવી, સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૬માં અવ્‍વલ સ્‍થાન મેળવવાનો દૃઢ નિર્ધાર મહાનગરપાલિકાએ વ્‍યક્‍ત કર્યો છે.

(2:53 PM IST)