તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે પ્રોજેકટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે
કુલ ૩૧ ઓવરબ્રિજમાંથી ૧૨ કાર્યરતઃ વધુ ૮ બ્રિજ આગામી બે મહિનામાં ખુલ્લા મુકાશેઃ ૬૦ ટકા કામ પુરૂ : મહાશિવરાત્રીના મેળાને ધ્યાને રાખી ટ્રાફિક નિયમન માટે ‘માર્શલ' અને ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે

રાજકોટઃ તા.૭, રાજકોટ- જેતપુર વચ્ચે બની રહેલા સિક્સલેન હાઈવેની કામગીરીમાં હવે ગતિ જોવા મળી રહી છે. અગાઉ કામગીરી અત્યંત ધીમી હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી અને ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો, જેને પગલે ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો. જોકે, હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી ૬૦ ટકા જેટલું જ કામગીરી પૂર્ણ થાય છે અને ૨૦૨૭ જાન્યુઆરીમાં કામગીરી પૂર્ણ થશેબ્રિજની કામગીરીની સ્થિતિઃ નેશનલ હાઈવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજકોટથી જેતપુર વચ્ચે કુલ ૩૧ ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જેની વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે. કામગીરી પૂર્ણ અને વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકાયા. ૯૦ ટકાથી વધુ કામ પૂર્ણ, આગામી બે મહિનામાં લોકાર્પણ થશે.૧૧ બ્રિજ બાકી રહેલી કામગીરીને યુદ્ધના ધોરણે વેગ આપવામાં આવી રહ્યો છે.
આગામી તારીખ ૧૧ થી ૧૫ દરમિયાન જૂનાગઢ ખાતે ભવ્ય મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ આ હાઈવે પરથી પસાર થશે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જયાં બ્રિજનું કામ ચાલુ છે ત્યાં ખાસ ટ્રાફિક માર્શલ અને વધારાની પોલીસ તૈનાત રહેશે. વહીવટી તંત્ર સાથે આગામી એક-બે દિવસમાં હાઈવે ઓથોરિટીની બેઠક યોજાશે, જેમાં ટ્રાફિક મેનેજમેન્ટનો ફાઈનલ પ્લાન તૈયાર કરાશે.
(2:51 PM IST)










