News of Saturday, 7th February 2026
પત્રકારત્વ ભવન દ્વારા ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપનું આયોજન
તા.૧૭,૧૮,૧૯ ફેબ્રુઆરી દરમિયાન જાણીતા ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા, ફિલ્મ મેકર તથા ઇસરોના પૂર્વ પ્રોગ્રામ પ્રોડયુસર કમલેશ ઉદાસી વિધાર્થીઓને તાલીમ આપશે

રાજકોટ તા.૭: ૨૧મી સદીમાં ડિજિટલ મીડિયાએ સૌથી ઝડપી અને અસરકારક માધ્યમ બની રહયું છે ત્યારે વિધાર્થીઓ તથા યુવા મીડિયા પ્રોફેશનલ્સ માટે શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિજિટલ ફિલ્મ મેકિંગ વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તમામ વિષયના વિદ્યાર્થીઓ તથા મીડિયા પ્રોફેશનલ્સ માટે ડિજિટલ ફિલ્મ મેકિંગ માત્ર શોખનો જ નહીં પરંતુ જરૂરિયાતનો વિષય બની ગયો છે. ફિલ્મ ક્ષેત્રના વ્યવસાયીઓ ફિલ્મ મેકિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ત્યારે આ વર્કશોપમાં માત્ર મોબાઇલ ધરાવતા શોખીન પણ તેના મોબાઇલથી ફિલ્મો અને રીલ્સ બનાવવાનું પધ્ધતિસર જ્ઞાન મેળવી શકે છે. માર્કેટિંગ, ફેશન ડીઝાઇનિંગ, આર્કીટેકચર અને ઇન્ટીરીયર ડેકોરેશન અને એડવર્ટાઇઝીંગ તથા અન્ય ક્ષેત્રે કામ કરતા લોકો ફિલ્મ મેકીંગનું જ્ઞાન મેળવીને પોતાનું પ્રેઝન્ટેશન ઉત્તમ રીતે કરી શકે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા વિધાર્થીઓની કુશળતા વિકાસ માટે સતત આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પત્રકારત્વ ભવનમાં વર્ષ ૧૯૭૩થી પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહયો છે. આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિધ્ધાંતોથી લઇને તેના તમામ પાસાઓની થિયોરેટીકલ તથા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે. તેમજ પ્રતિવર્ષ શૈક્ષણિક કામગીરીની સાથે વિધાર્થીઓને મીડિયાના
વર્કશોપમાં નિષ્ણાત તરીકે જાણીતા ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર તથા ઇસરોના પૂર્વ પ્રોગ્રામ પ્રોડયુસર શ્રી કમલેશ ઉદાસી ઉપસ્થિત રહેશે. ઇસરો સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા શ્રી કમલેશ ઉદાસી ડોકયુમેન્ટરી ફિલ્મ, શોર્ટ ફિલ્મ, એડ ફિલ્મના વિવિધ પાસાઓ, પ્રિ-પ્રોડકશન, પોસ્ટ પ્રોડકશન, શુટીંગ, સ્ક્રિપ્ટ રાઇટીંગ વેગેરે ક્ષેત્રોને બહોળો અનુભવ ધરાવે છે. ત્રણ દિવસ દરમિયાન તેઓ પોતાના વિશાળ અનુભવના આધારે વિધાર્થીઓને ફિલ્મ મેકિંગ અને મીડિયા ક્ષેત્રની ?ાયોગિક તાલીમ આપશે.
પત્રકારત્વ ભવન દ્વારા આયોજીત આ વર્કશોપનો મુખ્ય હેતુ વિધાર્થીઓને સ્ક્રિપ્ટ રાઇટિંગ, કેમેરા ઓપરેશન, લાઇટીંગ, સાઉન્ડ રેકોડિંગ, વિડિયો એડિટિંગ, સ્ટોરીટેલિંગ તથા આધુનિક ડિજિટલ ફિલ્મ નિર્માણની ટેકનિક અંગે પ્રાયોગિક અને સિધ્ધાંત આધારીત તાલીમ આપવાનો છે. તેમજ વર્કશોપમાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉપરાંત, તેમને પોતાનું સર્જનાત્મક પોર્ટફોલિયો વિકસાવવાની અને ફિલ્મ તથા ડિજિટલ મીડિયા ઉદ્યોગમાં કારકિર્દી બનાવવા માર્ગદર્શન મળશે.
(2:18 PM IST)










