<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સંત કબીર રોડ કૈલાસધામમાં નવોઢા કૃપાલીબેન ઢોલરીયાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

ત્રંબા માવતર ધરાવતી યુવતિના અઢી મહિના પહેલા જ લગ્ન થયા હતાં: પતિને કરિયાણાની દુકાનઃ માનસ્‍કિ તણાવ કારણભુત હોવાનું બી-ડિવીઝન પીએસઆઇ ડી. બી. ગાધેરની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું

રાજકોટ તા. ૬: આત્‍મહત્‍યાના વધુ એક બનાવમાં સામા કાંઠે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. અઢી મહિના પહેલા તેણીના લગ્ન થયા હતાં. ત્રંબા માવતર ધરાવતી આ પરિણીતાએ માનસિક તણાવને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હોઇ પોલીસે સાચુ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ સંત કબીર રોડ પર કૈલાસધામ મેઇન રોડ પર મારૂતિ મધરલેન્‍ડ સ્‍કૂલ પાસે રહેતી કૃપાલીબેન રોહનભાઇ ઢોલરીયા (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ ઘરે ઉપરના માળે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના તબિબે મૃત જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પીએસઆઇ ડી. બી. ગાધેર અને સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર કૃપાલીબેનના માવતર ત્રંબા ગામે રહે છે. તેણીના લગ્ન અઢી મહિના પહેલા જ થયા હતાં. પતિ રોહનભાઇને કરીયાણાની દૂકાન છે. માનસિક તણાવને કારણે પગલુ ભર્યાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે. મૃતકના માવતર પક્ષ સહિતના વિશેષ નિવેદનો નોંધવામાં આવશે.  બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(3:20 PM IST)