<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

કિસ્‍મતનગરના પ્રોૈઢ દિનમહોમ્‍મદ ચોૈહાણનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

પાળ ગામે ચક્કર આવતાં પડી જવાથી માથામાં ઇજાઃ ૬૫ વર્ષના અશોકભાઇ હદવાણીનું મોત

રાજકોટ તા. ૬: રૈયા ૧૫૦ ફુટ રીંગ રોડ નાગરિક બેંક પાછળ કિસ્‍મતનગરમાં રહેતાં દિનમહોમ્‍મદ અલીમહોમ્‍મદ ચોૈહાણ (ઉ.વ.૫૩) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.

મૃત્‍યુ પામનાર પ્રોૈઢ ચાર બહેન અને ત્રણ ભાઇમાં છઠ્ઠા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે નાસ્‍તાની લારી રાખી ગુજરાન ચલાવતાં હતાં.

બીજા બનાવમાં લોધીકાના પાળ ગામે રહેતાં અશોકભાઇ બાવનજીભાઇ હદવાણી (ઉ.વ.૬૫) ઘરે ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. તે ચાર બહેન અને પાંચ ભાઇમાં ચોથા હતાં અને ફેબ્રીકેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. આ બનાવોની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી અને લોધીકા પોલીસને કરી હતી.

બંગાળી યુવાનનું પણ હૃદય બંધ પડતાં મૃત્‍યુ

ડિલક્‍સ ચોક બેડીપરા પોલીસ ચોકી નજીક રહેતાં મુળ બંગાળના સમર નિમોય મંડલ (ઉ.વ.૪૩) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર સોની કામની મજુરી કરતાં હતાં. તેનને સંતાનમાં એક દિકરી છે. હાર્ટએટક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી

(3:17 PM IST)