તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
વાવડીમાં કારખાનાની રૂમમાં હૃદય ધબકારા ચુકી જતાં રમેશભાઇનું મોત
મુળ યુપીના પ્રોૈઢ મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં

રાજકોટ તા. ૬: ગોડલ રોડ વાવડીમાં પરમેશ્વર મશીન ટૂલ્સ નામના કારખાનામાં કામ કરતાં અને ત્યાં જ ઓરડીમાં રહેતાં મુળ યુપીના રમેશભાઇ મીરૂગભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૫)નું કારખાનાના રૂમમાં બેભાન થઇ ગયા બાદ મોત થયું છે.
રમેશભાઇ રૂમમાં હતાં ત્યારે રાતે દસેક વાગ્યે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો છે. પરિવારજનો વતનમાં રહે છે. પોતે અહિ અહિર નોકરી કરતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું.
(3:03 PM IST)










