તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Thursday, 5th February 2026
અછત નિવારવા રૂા.૧૦ અને ૨૦ની ચલણી નોટ પૂરતી ફાળવવા માંગણી
જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાનો સરકારને પત્ર

રાજકોટ, તા.૫: જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરિયાએ નોટની અછત હોવાથી પુરતો જથ્થો ગુજરાતમાં ફાળવવા કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરી છે. રોજીંદી ખરીદી તેમજ લગ્નોત્સવમાં નાની નોટની વિશેષ જરૂરિયાત રહે છે.
ભારત દેશમાં હાલ આ સમયે રૂા. ૧૦૦૦ અને રૂા.૨૦૦૦ની મોટી નોટો ચલણમાં ન હોવાથી ખેડૂત ગ્રાહક, વેપારી, ધંધા તેમજ વ્યવસાયમાં ખુબ મુશ્કેલી પડતી હોય, મોટી ચલણી નોટો પણ લાવવા ગુજરાતની લોક માંગણી છે. તેમ મનસુખ સાકરિયાએ જણાવ્યુ છે
(4:25 PM IST)










