<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

રેસકોર્ષ લાફિંગ ક્‍લબના ૨૯માં સ્‍થાપના દિનની ઉજવણી : ૧૦ વડીલોનું સન્‍માન

રાજકોટ : લાફિંગ ક્‍લબના ૨૯માં સ્‍થાપના દિન નિમિત્તે વડીલોના સન્‍માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સંચાલન ડો. ભાનુબેન ધકાણે કરેલ.ક્‍લબ વિશેની માહિતી આપી તથા મહેમાનો સ્‍વાગત ક્‍લબના કન્‍વીનર જયંતીભાઇ માંડલિયાએ પ્રવચન કરેલ. આ પ્રસંગે ૧૨૫ જેટલા સભ્‍યો હાજર હતા. ૧૦ વડીલોનું સન્‍માન કરેલ તેના નામો આ મુજબ છે. કિશોરભાઇ ચોૈહાણ, પ્રિયવંદનભાઇ ભટ્ટજી, પ્રવિણભાઇ ટાંક, કીરીટભાઇ મકાણી, દિપકભાઇ દવે, વ્રજલાલભાઇ ઉકાણી, પોપટભાઇ પટેલ તેમજ નિમાબેન ઉકાણી અને ચંદ્રીકાબેન માણસે. આ પ્રસંગે અનુપમભાઇ દોશી,નરેન્‍દ્રભાઇ વીઠલાણી તથા ડો. પીના કોટક ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:25 PM IST)