<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સામાકાંઠે સ્‍વામી વિવેકાનંદ પ્રા.શાળાના નવા બિલ્‍ડીંગનું કાલે લોકાર્પણ

વોર્ડ નં. પ માં ર.૭૭ કરોડના ખર્ચે તૈયાર કરાઇઃ ધારાસભ્‍ય ઉદય કાનગડના હસ્‍તે ખાતમુહુર્ત

રાજકોટ, તા. પઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત સ્‍વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા નં.૭૨નું રૂ.૨.૭૭ કરોડના ખર્ચે સુવિધાયુક્‍ત નવનિર્મિત બિલ્‍ડીંગનું લોકાપર્ણ વિધાનસભા-૬૮ના માન.ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના હસ્‍તે શુક્રવારના રોજ સ્‍વામિ વિવેકાનંદ પ્રા.શાળા નં.૭૨, સંસ્‍કાર વિલાની બાજુમાં, આર્યનગર, સંતકબીર રોડ ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજ્‍યસભાના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી ડો.માધવભાઈ દવે, ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, સહ કોષાધ્‍યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ મોહનભાઈ કુંડારિયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રીમતી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણભાઈ નિમાવત, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.

મહાનગરપાલિકાના વોર્ડ નં. ૫ માં શાળા નં. ૭૨ નું રૂ.૨.૭૭ કરોડના ખર્ચે નવું બાંધકામ કરવાનું કામ.

આ કામે આશરે ૧૬૦૦.૦૦ ચોરસ મીટરમાં શાળાનું નવું બાંધકામ કરવાના કામનો સમાવેશ - ગ્રાઉન્‍ડ ફલોરમાં પાંચ ક્‍લાસરૂમ, એક પ્રાર્થના હોલ, બોય્‍સ અને ગર્લ્‍સ માટે અલગ અલગ ટોઇલેટ બ્‍લોક્‍સ, પ્રિન્‍સીપાલ રુમ, સ્‍ટાફ રુમ અને સ્‍ટોર રુમ તેમજ ફર્સ્‍ટ ફલોરમાં પાંચ ક્‍લાસરૂમ, એક લેબ, બોય્‍સ અને ગર્લ્‍સ માટે અલગ અલગ ટોઇલેટ બ્‍લોક્‍સ, મિટીંગ હોલ અને સ્‍ટોર રુમ.

આ કામથી લાભ મેળવનાર લોકોની અંદાજીત જનસંખ્‍યાઃ શાળા નં. ૭૨ ના ૮૦૦ થી વધારે વિદ્યાર્થી

(4:24 PM IST)