તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
વિકસિત ભારત નિર્માણની યાત્રાને વેગ આપતુ શ્રેષ્ઠ બજેટઃ રાજુ ડાંગર
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કહે છે યુવાનો, મહિલાઓ, ખેડૂતો વગેરેને લાભ

રાજકોટ, તા. પઃ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુ ડાંગરએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલ કેન્દ્રીય બજેટને વિકસીત ભારત નિર્માણની યાત્રાને વધુ વેગ આપનાર, બજેટ ગણાવી આવકારેલ છે.
શ્રી રાજુ ડાંગરએ યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો વગેરે માટે વિશેષ લાભદાયી બજેટ હોવાનું જણાવી ઉમેર્યુ છે કે કેન્દ્ર સરકારના બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજીસ્ટિક અને કનેક્ટિવિટી, સંસ્કળતિ, પર્યટન અને વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કળષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્ર, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, AI નો સકારાત્મક ઉપયોગ સહિત દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ જરૂરી તમામ વિષયો પર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની યાત્રાને વધુ વેગ આપનારૂ બજેટ છે.
(4:21 PM IST)










