<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

બાર કાઉન્‍સીલની ચૂંટણી લડી રહેલા ભાજપના દરેક વકીલો ‘સમરસ' પેનલના ઉમેદવારો ગણાશેઃ જે.જે. પટેલ

ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણી સબંધે જે.જે. પટેલના અભિગમથી રાજકોટના વકીલોમાં ખળભળાટઃ બાર કાઉ.ની ર૩ જગ્‍યા માટે ૪૦ વ્‍યકિતની ઉમેદવારીઃ મુદત પુરી થતાં ૧૦૦થી વધુ વકીલોની ઉમેદવારી નોંધાવવાની શકયતાઃ રાજકોટ ભાજપના વકીલોના બે જુથો વચ્‍ચેના વિવાદમાં ભાજપના અડધો ડઝન વકીલો ચૂંટણી લડી રહયા છેઃ ભાજપ લીગલ સેલ માટે કસોટીઃ છ માર્ચે ચૂંટણીઃ જે.જે. પટેલના નેતૃત્‍વમાં સમરસ પેનલના ઉમેદવારો ચૂંટણી લડશે

રાજકોટ, તા. પઃ ગુજરાત બાર કાઉન્‍સિલની ચૂંટણી આગામી તારીખ ૬ માર્ચના રોજ યોજાનાર છે ત્‍યારે સમગ્ર ગુજરાત ભરમાંથી ઉમેદવારી નોંધવાનું શરૂ થયેલ છે. પાંચ મહિલા અનામત અને ૧૮ બેઠક મળી ૨૩બેઠક માટે ચૂંટણી યોજાશે બાદ કો. ઓપટ સભ્‍યો મળી કુલ ૨૫ બેઠક છે. આજની તારીખે ૪૦ જેટલા વકીલોએ ઉમેદવારી  ફોર્મ જમા કરાવ્‍યા  છે. દર પાંચ વર્ષે  બાર કાઉન્‍સિલની ચૂંટણી યોજાય છે. નવી જાહેર થયેલી ચૂંટણી ના સમયગાળામાં કોરોના કાળ હોવાથી બે વર્ષ માટે કોર્ટની કામગીરી બંધ જેવી રહી હોય આથી આગામી ચૂંટણી સાત વર્ષના સમયગાળા દરમિયાન થવા જઈ રહી છે ગુજરાત બાર કાઉન્‍સિલની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાયેલા વકીલોનું પ્રભુત્‍વ બાર કાઉન્‍સિલમાં ૮૦ ટકા જેવું રહ્યું છે આગામી ચૂંટણીમાં હાલના બાર કાઉન્‍સિલના ચેરમેન જે જે પટેલના નેતળત્‍વમાં  યોજાઇ રહી છે. અને તેઓએ ખાસ કરીને સમરસ પેનલની જાહેરાત કરી છે તેથી આ ચૂંટણીમાં સમરસ પેનલમાં  ભાજપના કાર્યકરથી લઈને કોઈપણ મોટો હોદ્દો ધરાવતા વકીલો બાર કાઉન્‍સિલની ચૂંટણી લડી રહેલા હોય તેવા તમામ વકીલો સમરસ પેનલના હોદ્દેદાર છે તેવું  બાર કાઉન્‍સિલના ચેરમેન જે જે પટેલે પત્રકારો સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્‍યું છે. તાજેતરમાં જે જે પટેલ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના તાલુકા અને જિલ્લા મથકોના પ્રવાસે છે . રાજકોટ શહેર ના પ્રવાસ દરમિયાન રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા યોજાયેલા વકીલ સંમેલનમાં જે જે પટેલ ઉપસ્‍થિત રહી બાર કાઉન્‍સિલની ચૂંટણી અંગે  માર્ગદર્શન આપ્‍યું હતું. શહેર ભાજપ લીગલ સેલ આયોજિત સંમેલનમાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને હાલના મેમ્‍બર દિલીપભાઈ પટેલ અને બાર એસોસિએશનના મોટાભાગના હોદ્દેદારો તેમજ તેમનું જૂથ આ લીગલ સેલના સંમેલનમાં ઉપસ્‍થિત ન રહેતા જૂથબંધી દેખાય રહી હતી. રાજકોટ પ્રવાસે આવેલા જે જે પટેલની સાથે પત્રકારોએ ટેલીફોનિક વાતચીતમા તેઓએ સ્‍પષ્ટ જણાવેલ કે ભાજપ પક્ષ સાથે જોડાયેલ કોઈ પણ વકીલ હોય તે તમામ વકીલો સમરસ પેનલના ઉમેદવાર ગણાશે રાજકોટમાંથી બાર કાઉન્‍સિલમા દિલીપભાઈ પટેલ, સી એચ પટેલ, જીતેન્‍દ્ર પારેખ, અમળતાબેન ભારદ્વાજ અને ભૂમિકાબેન પટેલ વિગેરે ચૂંટણી લડવા ઉત્‍સુક છે. તેમજ અન્‍ય તાલુકા અને રાજ્‍યના તમામ જિલ્લા મથકોએ પણ ભાજપ સાથે જોડાયેલા વકીલો પણ ચૂંટણી લડી રહ્યા છે ત્‍યારે રાજકોટમાંથી મોટાભાગના ઉમેદવારો ભાજપ  સમર્પિત વકીલો હોવાનું મનાઈ રહ્યું છે. ત્‍યારે સમરસ પેનલના ઉમેદવાર કોણ ગણાશે તેવા પ્રશ્નોના જવાબમાં જે જે પટેલે સ્‍પષ્ટ કહ્યું છે કે આ તમામ ઉમેદવાર  સમરસ પેનલના ઉમેદવારો ગણાય વકીલો ઈચ્‍છે તે ઉમેદવારોને મત આપી શકે છે પરંતુ દરેક ઉમેદવારો  ભાજપ સાથે જોડાયેલા છે તેઓને સમરસ પેનલના ઉમેદવારો માનવા જોઈએ તેવું મારું સ્‍પષ્ટ મંતવ્‍ય છે. બાર કાઉન્‍સિલના ચેરમેન જે જે પટેલના આ નિવેદનથી ભારે ચકચાર જાગે છે ખાસ કરીને રાજકોટ ભાજપના બે જૂથો વચ્‍ચે ટકરાવ ચાલી  રહ્યો છે ત્‍યારે જે જે પટેલના ઉપર મુજબના અભિગમે વકીલોમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને દરેક તાલુકા અને જિલ્લા મથકોએ જે તે રાજકીય પક્ષોનું મહત્‍વ હોય છે અને આ રાજકીય પક્ષો સાથે એકબીજા વકીલો જ્‍યારે પણ બાર એસોસિએશનની કે બાર કાઉન્‍સિલની ચૂંટણી લડે ત્‍યારે ખાસ કરીને જે તે પક્ષના લીગલ સેલની ભૂમિકા ઉમેદવારોની પસંદગી કરવામાં નિર્ણાયક હોય છે ત્‍યારે ખાસ કરીને રાજકોટમાં વકીલોના બે જૂથો વચ્‍ચેના યાદવાસ્‍થળીની  પરિસ્‍થિતિથી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતનું નેતળત્‍વ કરનાર હોદ્દેદારો પણ વાકેફ છે ત્‍યારે બીસીજીના ચેરમેન જે જે પટેલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં તેઓએ ઉપર મુજબ અભિગમ સ્‍પષ્ટ કરતા  ભારે ચકચાર જાગી છે. હવે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા ઉપરોક્‍ત છ ઉમેદવારોમાંથી કોની પસંદગી કરવામાં આવે છે તેના ઉપર મીટ મંડાઇ રહી છે અગાઉ બાર એસોસિયેશનની ત્રણ ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ ને સફળતા મળી નથી ત્‍યારે હવે બાર કાઉન્‍સિલની ચૂંટણીમાં શહેર ભાજપ લીગલ સેલની પસંદગીના ઉમેદવારોને જીતાડવાનો નિર્ણય કસોટી રૂપ સાબિત થશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

 ગુજરાત બાર કાઉન્‍સીલની ચુંટણી નહિ લડવા એડવોકેટ જીજ્ઞેશ જોષીનો નિર્ણય

રાજકોટ તા.પઃ ગુજરાત બાર કાઉન્‍સીલની ચુંટણી આગામી છ માર્ચે યોજાઇ રહી છે. ત્‍યારે છેલ્લા કેટલાક સમયથી બાર કાઉન્‍સીલને ચુંટણી લડવાની જાહેરાત કરી રહેલા એડવોકેટ જીજ્ઞેશ જોષીએ બાર કાઉન્‍સીલ ચુંટણી નહિ લડવાનું જાહેર કર્યુ છે. આ અંગે તેઓ સંપર્ક સાધતા તેઓઅુ જણાવેલ કે, મારા અંગત અને વ્‍યકિતગત કારણોસર હવે ચુંટણી લડવાનો નથી. હું બાર કાઉન્‍સીલની ચુંટણી લડવાનો હતો પરંતુ મારા ઉપરોકત અંગત નિર્ણયના કારણે હવે હું ચુંટણી લડવાનો નથી તેમ જીજ્ઞેશભાઇ જોષીએ જણાવ્‍યું હતું.

(4:16 PM IST)