તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
૪૫ દિવસ ડિજીટલ એરેસ્ટ કરી ૮૮ાા લાખ પડાવવાના કારસ્તાનમાં મધ્યપ્રદેશથી બીસીએનો છાત્ર ઝડપાયો
સાધુ વાસવાણી રોડ પર રહેતાં કોર્ટના નિવૃત ક્લાર્ક અને તેમના પત્નિને દિલ્હી ક્રાઇમ બ્રાંચના નામે ફોન કરી ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી દઇ ગયા વર્ષે નાણા પડાવ્યા હતાં : ૨૨ વર્ષના દેવાંશ ઉર્ફ કાના જોષીને રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે દબોચ્યોઃ ફ્રોડના ૮ લાખ પોતાના ખાતામાં જમા લઇ કેતનને આપી દીધા હતાં: આ માટે ૧ાા લાખ કમિશન મળ્યું હતું: પીઆઇ ગીલવા અને ટીમની કાર્યવાહીઃ એસીપી સી. એમ. પટેલે વિગતો જણાવી

એસીપી સાયબર ક્રાઇમ સી. એમ. પટેલ
આરોપી દેવાંશ ઉર્ફ કાનો જોષી
રાજકોટ તા. ૫: શહેરના નિવૃત કોર્ટ કર્મચારીને દિલ્હી ક્રાઇમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ડિજીટલ એરેસ્ટ કરી રૂા. ૮૮,૫૦,૦૨૦ પડાવી લેવાના સાયબર ફ્રોડમાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના દેવાસ ગામે દ્રોપદીતનગર વિજય જ્યોતિ સ્કૂલ સામે રહેતાં અને બીસીએનો અભ્યાસ કરતાં દેવાંશ ઉર્ફ કાનો રાહુલભાઇ જોષી (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી છે. આ શખ્સે સાયબર ફ્રોડના નાણાની હેરફેર માટે પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું. ૮૮ાા લાખ રૂપિયા પૈકીના ૮ લાખ આ યુવાનના ખાતામાં જમા થયા હતાં. જેના બદલામાં તેને ૧ાા લાખનું કમિશન મળ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ગયા વર્ષે આ બનાવમાં સાધુ વાસવાણી રોડ પર સ્વાગત રેસીડેન્સીમાં રહેતાં અને સેસન્સ કોર્ટના નિવળત ક્લાર્ક તેમજ બોલબાલા ટ્રસ્ટમાં સેવા આપતાં દિનેશભાઈ જીવણભાઇ દેલવાડીયા (ઉ.વ.૬૯) અને તેમના પત્નિને ૪૫ દિવસ ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ ૮૮.૫૦ લાખ પડાવી લીધાં હતા. દિલ્લી ક્રાઇમ બ્રાંચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવેલ અને કહેલ કે, દિલ્લી ક્રાઈમ બ્રાંચમાં આઇસીઆઇસીઆઇના બેંક મેનેજર સંદીપ કુમાર વિરૂધ્ધ મની લોંડરીંગનો ગુનો દાખલ થયેલ છે, તેને જે ફ્રોડ કરેલ તેમાથી તમને ૧૦ ટકા હીસ્સો આપેલનું સપ્રીમ કોર્ટમા નીવેદનમા આપેલ છે, કહીં વળધ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી લીધાં હતાં. બાદમાં મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પત્નીના મોબાઈલમાં આરોપી પકડયાના ફોટા મોકલી ભયભીત કરી દીધાં અને રોકડ, સોના પર લોન લેવડાવી લાખો રૂપિયાનું આરટીજીએસ કરાવી લીધું હતું.
સતત ૪૫ દિવસ ડિજીટલ એરેસ્ટ રહ્યા બાદ વૃધ્ધે પોતાના પુત્રને જાણ કરી હતી અને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પીઆઈ જે.એમ.કૈલા, એસ.ડી.ગીલવા અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી સાયબર ક્રાઇમ સી. એમ. પટેલની રાહબરીમાં તપાસ શરૂ થઇ હતી અને સાયબર ક્રાઇમની ટીમે સાયબર સેન્ટીનલ લેબની મદદથી આ ગુનામાં મધ્યપ્રદેશના દેવાસ ગામના દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષીને પકડી લીધો છે.
આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષીએ પોતાના બેંક એકાઉન્ટમાં રાજકોટના વૃધ્ધ સાથે થયેલા ૮૮ લાખના સાયબર ફ્રોડ પૈકીના ૮ લાખ જમા કરાવ્યા હતાં અને તેના બદલામાં તેને ૧ાા લાખ કમિશન મળ્યું હતું. આ બેંક એકાઉન્ટ વિરૂધ્ધ અલગ અલગ રાજ્યમાં સાયબર ફ્રોડના ૨૧ ગુના સંબંધે એનસીપીઆર અરજી થઇ છે. પ્રાથમિક પુછતાછમાં દેવાંશ ઉર્ફ કાનાએ કબુલ્યું છે કે તેણે પોતાના ખાતામાં જમા થયેલા ૮ લાખ મધ્યપ્રદેશના કેતન જોષીને આપી દીધા હતાં. જે પેટે તેને કમિશન મળ્યું હતું. પોલીસે હવે કેતનને શોધશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ગીલવા, એએસઆઇ કૃપાલસિંહ ઝાલા, હેડકોન્સ. વિજયસિંહ જાડેજા, સુધીરભાઇ સુતરીયા, કોન્સ. સાગરભાઇ સાગઠીયા, હરેશભાઇ સાવલીયા, કિશોરભાઇ રંગાણીએ આ કામગીરી કરી હતી.
(3:15 PM IST)










