News of Thursday, 5th February 2026
ભાજપના ધુંઆધાર નેતા અને પ્રદેશ કારોબારી સભ્ય કશ્યપ શુકલનો જન્મદિવસ

રાજકોટ : સ્વ. ચીમનભાઇ શુકલના પુત્ર અનેુ ભાજપના ધુરંધર નેતા કશ્યપભાઇ શુકલનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ પ્રદેશ ભાજપમાં કારોબારી સભ્ય છે. તેઓ યશસ્વી જીવનના ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રૂડાના પૂર્વના ચેરમેન, પૂર્વશહેર મહામંત્રી, ભાવનગર અને બોટાદના પૂર્વ પ્રભારી તરીકે સેવા આપી હતી. સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર પદે ચૂંટાયા હતા. બજરંગ દળના પૂર્વ કન્વીનર હતા. હાલ કચ્છ જિલ્લાના પ્રભારી પણ છે. સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના માર્ગદર્શક છે. ચૂંટણીઓમાં કોલકતા, રાજસ્થાન, યુપીમાં પણ પ્રવાસ કરી ચૂક્યા છે. તેઓ પાયોનિયરના ફાઉન્ડર હતા. કશ્યપભાઇ શુકલને જન્મદિને તેમના મો. ૯૮૨૪૩ ૦૦૯૯૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:51 PM IST)










