<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પંચાયતના માધ્‍યમથી ગ્રામીણ વિકાસને વધુ વેગ અપાશેઃ પ્રવીણાબેન રંગાણીની સિક્કીમ યાત્રા ફળદાયી

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મજબુત વિકાસ લક્ષ્યાંક અંગે અભ્‍યાસ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ સિક્કીમ પ્રવાસ વખતે પંચાયત ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાત યોજી વિવિધ યોજનાઓની માહીતી મેળવેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ, તા., ૫ :  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી જણાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર અને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ,કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, પંચાયત વિભાગનાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ,રાજ્‍ય કક્ષાનાં મંત્રી શ્રી સંજયસિંહ મહિડા ના નેતળત્‍વ માં રાજ્‍ય સરકાર રાજ્‍ય ના ગ્રામ્‍ય વિસ્‍તારો ના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે સતત કાર્યરત છે ત્‍યારે રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત પંચાયતી રાજ મંત્રાલય, ગુજરાત સરકારના પંચાયત વિભાગ તથા વિકાસ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર અને રાજ્‍ય ગ્રામ વિકાસ સંસ્‍થા (ગુજરાત) દ્વારા રાજ્‍યના ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓ માટે ખાસ પ્રેરણા પ્રવાસ-તાલીમ કમ એક્‍સપોઝર વિઝિટનું સુચારુ આયોજન સિક્કિમ રાજ્‍યમાં કરવામાં આવ્‍યું હતું.

આ પ્રવાસ રાજ્‍ય ગ્રામ વિકાસ સંસ્‍થા, ગુજરાત તથા સિક્કિમના વિશેષ નિયામકના માર્ગદર્શન હેઠળ અને રાજ્‍ય ગ્રામ વિકાસ સંસ્‍થા ગુજરાતનાં પ્રોફેસર સુશ્રી નીલાબેન એન. પટેલ તથા રાજ્‍ય ગ્રામ વિકાસ સંસ્‍થા, સિક્કિમના પ્રોફેસર શ્રી ચંદ્રા બી.માંગરના સક્રિય સંકલન, આયોજન તથા ફેસિલિટેશન દ્વારા અત્‍યંત સફળતાપૂર્વક પૂર્ણ થયો. પ્રવાસ દરમિયાન સિક્કિમના Gyalshing જિલ્લાના જિલ્લા પંચાયતની મુલાકાત ઉપરાંત નીચેના અગ્રણી અને પ્રેરણાદાયી ગ્રામ પંચાયતોની મુલાકાત લેવામાં આવીઃ હતી.

(1) Poverty Free Gram Panchayat”  

ગ્રામ પંચાયત દ્વારા વંચિત પરિવારોને વ્‍યાપક કલ્‍યાણ અને આવકના સુયોગ્‍ય માધ્‍યમો દ્વારા ગરીબીમાંથી કાયદાકીય રીતે બહાર કાઢવું તે ઉદ્રેશ્‍ય છે. દરેક બાળક માટે સુરક્ષા, શિક્ષણ, આરોગ્‍ય અને વિકાસ-મંજુરી સુનિヘતિ હોય, ગ્રામ પંચાયત તેના કાર્યકાળમાં બાળકના હિતને કેન્‍દ્રમાં રાખી શબ્‍દે અને કર્યું કામે ગમે તે પ્રમાણે લાભ આપે,  બાળકો માટે Bal Panchayat / Bal Sabha જેવી વ્‍યવસ્‍થાઓથી તેમને ભાગ લઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક મળે વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

આ મુલાકાતો દ્વારા ગુજરાતના પંચાયત પ્રતિનિધિઓએ સિક્કિમના ર્ંસસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ (SDGs)*ના ૯ મુખ્‍ય થીમ્‍સ અંતર્ગત અમલમાં મૂકાયેલા શ્રેષ્ઠ વિકાસ મોડલની નજીકથી સમજ મેળવી. મુખ્‍ય શીખવાના મુદ્દાઓમાં કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ,   સંપૂર્ણ સ્‍વચ્‍છતા અને પ્‍લાસ્‍ટિક ફ્રી ગામ-જિલ્લો, ઓન-સોર્સ રેવન્‍યુ અને CSR ફંડનો ઉપયોગ કરીને ગામનો સર્વાંગી વિકાસ, ડિજિટલાઈઝેશન અને પેપરલેસ પદ્ધતિ દ્વારા પારદર્શક તથા ઝડપી લોકોને સેવા, ગામની સુંદરતા વધારવાના પ્રયાસો, વિકેન્‍દ્રીકરણ, સહભાગિતા અને લોકશાહી ઢબે ગ્રામ સ્‍વરાજની સ્‍થાપના વગેરેનો સમાવેશ થાય છે.

(12:06 PM IST)