તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th February 2026
બે મહિલાને હડફેટે લઇ મૃત્યુ નિપજાવી આઠ વ્યકિતને ઇજા કરવાના ‘હિટ એન્ડ રન'ના કેસમાં કારચાલકના જામીન મંજુર
હિંગોળગઢના જંગલમાં ઢાળ ઉપર નશાયુકત હાલતમાં પુરઝડપે કાર ચલાવી

રાજકોટ તા.૫: હિંગોળગઢ જંગલમાં ઢાળ પર નશાયુકત હાલતમાં પુર ઝડપે કાર ચલાવી બે મહિલાના મોત નિપજાવી તથા અન્ય આઠ મહિલાઓને ગંભીર ઈજાઓ કરી, પુરાવાઓનો નાશ કરી નાસી જવાના ગુન્હામાં આરોપી નિર્મળ પટેલના જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, વિંછીયા ખાતેથી સગાઈનો પ્રસંગ પુરો કરી ફરીયાદી તથા તેની સાથી મહિલાઓ હિંગોળગઢથી આગળ હિંગોળગઢના ઢાળ પર રાત્રીના બાર વાગ્યાના સુમારે રીક્ષામાંથી ઉતરી ચાલતા જતા હતા તે ગાળામાં આરોપી નિર્મળ પટેલ દારૂ પીને પોતાની પાસે રહેલ હયુન્ડાઈ અલકાઝર કાર પુર ઝડપે નિકળતા રસ્તે ચાલીને જતી મહિલાઓ ઉપર કાર ચડાવી દેતા બે મહિલાઓના મળત્યુ તથા અન્ય આઠ મહિલાઓને ગંભીર ઈજાઓ કરી ત્યાંથી નાસી જઈ ગામમાં પહોંચી ગાડીની બન્ને નંબર પ્લેટો કાઢી ગાડીમાં સંતાડી દેતા આરોપી નિર્મળ પટેલ વિરૂધ્ધ હીટ એન્ડ રનથી મનુષ્યવધની ફરીયાદ વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.
વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થતા પોલીસ દ્વારા આરોપીને પકડી જેલ હવાલે કરાતા આરોપી નિર્મળ પટેલે તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી એવી રજુઆત કરેલ હતી કે, પોલીસ દ્વારા રજુ કરાયેલ કાગળોને પ્રથમ દર્શનીય રીતે જોતા બનાવ રાત્રીના આડા અગીયાર/બાર વાગ્યાના અરસામાં પહાડી અને ઢાળવાળી જગ્યાએ બનેલ હતો જેથી વાહન પુરઝડપે ચલાવી શકાય નહિં તેમજ બનાવ જે જગ્યાએ બનેલ હતો તે બ્લાઈડ સ્પોટ એટલે કે વાહનની આસપાસનો એવો વિસ્તાર જે ડ્રાઈવર સીધો જોઈ શકતો નથી તેમજ સાઈડ કે રીઅર-વ્યુ મીરરમાં પણ દેખાતો ન હોય તેવો હતો. પોલીસે માત્ર શંકાના આધારે નિર્મલ પટેલને પકડી લઈ ત્યારબાદ તેના વિરૂધ્ધના પુરાવા ઉભા કરવા પ્રયત્નો કરેલ હોવાનું જણાય છે ત્યારે આરોપીનો કોઈ ગુન્હાહિત હેતુ કે ઈરાદો પોલીસ બતાવી શકે તેમ નથી જેથી હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ કેસોના સંલગીત ચુકાદાો ટાંકી આરોપીને જામીન મુકત કરવા વિસ્તળત પણે દલીલો કરેલ હતી.
જયારે સામાપક્ષે જામીન અરજીનો વિરોધ કરતા એવી રજુઆત કરાઈ હતી કે આરોપી નશાની હાલતમાં ગાડી ચલાવતો હોય તેવું ગાડીમાં બેઠેલ અન્ય વ્યકિત પોતાના નિવેદનમાં સાહેદ જણાવે છે જેથી પ્રથમ દર્શનીય કેસ છે અને આવા કિસ્સાઓ સમાજમાં વધતા જતા હોય ત્યારે આરોપીની જામીન અરજી નામંજુર કરવા દલીલો કરાયેલ હતી.
તમામ પક્ષકારોની દલીલોના અંતે સેસન્સ અદાલત દ્વારા આરોપી તરફે થયેલ એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો ગ્રાહય રાખી આરોપી નિર્મલ દશરથભાઈ પટેલને ભારત બહાર ન જવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ ફરમાવેલ હતો.
આ કામે આરોપી નિર્મળ પટેલ વતી ધારાશાષાી તુપાર ગૌકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નંદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીય રાદડીયા, કેવિન ભીમાણી તથા બ્રીજેશ રાઠોડ રોકાયેલ હતા.
(11:59 AM IST)










