<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

શહેરમાં શીરદર્દ સમી ટ્રાફીક સમસ્‍યા ઉકેલો : શિવસેના

 

રાજકોટ : શહેરમાં દિવસેનેદિવસે વધતી ટ્રાફીક સમસ્‍યાને કારણે સામાન્‍ય નાગરિકો ભારે પરેશાન થઇ રહ્યા છે. શહેરના મુખ્‍ય માર્ગો, ચોકો, શાળાઓ, નજીક થતા બજારમાં ટ્રાફીક જામ સામાન્‍ય બાબત બની ગઇ છે. જેના કારણે વેપારીઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓ, કર્મચારીઓ સમયસર પોતાના સ્‍થળ પર પહોંચી શકતા નથી. શહેરમાં વાહનની સંખ્‍યા વધવા છતાં વ્‍યવસ્‍થિત ટ્રાફીક આયોજન, પાર્કિંગ સુવિધા આપવા સહિતના પ્રશ્ને શિવસેના દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

(10:53 AM IST)