તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
ચકચારી ખૂન કેસમાં મુખ્ય આરોપીના જામીન મંજુર કરતી એડી. સેસન્સ કોર્ટ રાજકોટ

રાજકોટઃ આ બનાવની હકીકત એવી છે કે તા.૧૨/૦૯/૨૦૨૫ના રોજ સોરઠીયાવાડી, પટેલનગર, રાજકોટ ખાતે પ્રિન્સકુમાર અનીલ બીંદને છરીના થા વડે ગંભીર ઈજા થતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ઈમરજન્સી વોર્ડમાં સારવાર કરેલ ત્યાર બાદ તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ સારવાર દરમિયાન મજકુરનું મળત્યુ થતા આ ખુન કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. જેમાંથી મુખ્ય આરોપી બીપીનકુમાર રાજેન્દ્રપ્રસાદ ગોંડ નામના બિહારી યુવકને રાજકોટ સેન્ટ્રલ જેલ કસ્ટડીમાં મોકલેલ હતા.
ત્યાર બાદ આરોપીની ચાર્જશીટ નામ. કોર્ટમાં રજુ થતા, આરોપીએ રાજકોટના વિદવાન ધારાશાષાી શ્રી નિલેષ વી. સાકરીયા દ્વારા રેગ્યુલર જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં દાખલ કરેલ જે અરજી અન્વયે સરકારશ્રી તરફથી એ.પી.પી. તથા આરોપીના એડવોકેટએ સુપ્રિમકોર્ટના વિવિધ જજમેન્ટો ટાંકીને, ધારદાર દલીલો કરી તેમજ નામ. કોર્ટે આરોપીના એડવોક્રેટ ની દલીલો માન્ય રાખી, આરોપીને તા.૦૩/૦૨/૨૦૨૬ના રોજ જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ.
આ જટીલ કેસમાં રાજકોટના વિદ્વાન ધારાશાષાી શ્રી નિલેષ વી. સાકરીયાએ જામીન અપાવતા એડવોકેટ ગણ તેમજ નાગરિકો દ્વારા તેઓને ખૂબ જ અભિનંદન આપવામાં આવેલા હતા.
(12:05 PM IST)










