<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે યુવાનની ક્રૂર હત્યા: મેસેજ કરવા મામલે હત્યા થયાની વિગતો બહાર આવી: તાલુકા પોલીસે આરોપીને ઝડપી લેવા ધમધમાટ શરૂ કર્યો

રાજકોટઃ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે એક યુવાનની સરા જાહેર ક્રૂર હત્યા કરી નાખવામાં આવી છે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જાણવા મળ્યા જાણવા મળ્યા મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક કણકોટ જવાના રસ્તા પર સાંજે સરા જાહેર હત્યા ની ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે 

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર નું નામ નિલેશભાઈ હરિભાઈ ધોકિયા છે અને તેની ઉંમર 43 વર્ષની છે. હત્યાનો ભાગ બનનાર યુવાન ગુરુપ્રસાદ ચોક અંકુર મેઇન રોડ પર રહે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ મહેશ જેઠવા નામના યુવાને છરીના છથી સાત ઘા જીંકી દીધા હતા .જેના કારણે નિલેશભાઈની ઘટના સ્થળે જ લોથ ઢળી ગઈ છે. મેસેજ કરવા જેવી વાતે આ હત્યા થયાની પ્રાથમિક વિગતો બહાર આવતા તાલુકા પી આઈ ડી એમ હરીપરા, પી.એસ.આઇ સહિતની ટીમે અને ડી. સ્ટાફ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. 

(6:31 PM IST)