તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 3rd February 2026
પૂ.દીપકભાઈ રાજકોટ આવશેઃ શનિ થી સોમ પ્રશ્નોતરી સત્સંગ અને જ્ઞાનવિધિ
મવડી ખાતે યોજાશે ત્રિદિવસીય કાર્યક્રમઃ શનિ અને સોમ પ્રશ્નોતરી સત્સંગ, રવિવારે જ્ઞાનવિધિઃ નિઃશુલ્ક કાર્યક્રમમાં ધર્મપ્રેમીજનોને આમંત્રણ

રાજકોટઃ પૂજ્ય દીપકભાઈ રાજકોટ આવી રહ્યા છે તેઓનો મવડી ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન પ્રશ્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાએલ છે.
જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુથી ઊભી કરેલી આધુનિક જીવનશૈલી જ જીવનને વધારે જટિલ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાયોરીટી વધુ છે, સહકારનું સ્થાન સ્પર્ધાએ લીધું છે, ભણતર જ્યાં ભારરૂપ છે અને કુટુંબ એ કલેશનું કારખાનું છે. તેવા આ યુગમાં સુખી થવાના હેતુથી માણસે જે કંઈ મેળવવા દોટ મૂકી છે તે ઝાઝવાના જળ જેવું ભાસી રહ્યું છે. જીવમાત્રની સુખની શોધનો અંત ત્યારે જ આવે છે જ્યારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થયા પછી જ શક્ય છે.
જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન ખુલ્લું કર્યું, જે અક્રમ વિજ્ઞાનના નામથી પ્રસિદ્ધ થયુ. અક્રમવિજ્ઞાન પોતાના ખરા સ્વરૂપની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. જ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ શક્ય બને છે અને આત્માનો અનુભવ થાય છે. ત્યાર બાદ ગમ્મે તેવા સંજોગોના દબાણમાં હું શુદ્ધ-આત્મા છું એ પ્રતીતિ ખસતી નથી. અને તેથી જ જીવનમાં આધિ, વ્યાધિ કે ઉપાધિના સંજોગોમાં પણ સમાધિનો અનુભવ થઈ શકે છે. આ અનોખું વિજ્ઞાન રોજબરોજના સાંસારિક પ્રશ્નો ઉકેલવા વ્યવહારિક ચાવીઓ પણ પૂરી પાડે છે.
વિશ્વભરમાં આજે લાખો લોકો આ કળિકાળના આヘર્યસમા દાદા ભગવાનના અલૌકિક અક્રમ વિજ્ઞાન દ્વારા જીવન જીવવાની સાચી સમજણ પ્રાપ્ત કરી નિરંતર આનંદમા રહેતા રહેતા મોક્ષ માર્ગ પર પ્રગતિ કરી રહ્યા છે. દુનિયાના બધા જ મનુષ્યો આ જ્ઞાન પ્રાપ્ત કરી દુઃખોથી મુક્ત થાય એ જ ભાવનાથી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમોનું આયોજન દેશ-વિદેશના વિભિન્ન શહેરોમાં કરવામાં આવે છે.
રાજકોટવાસીઓના પુણ્યોદયે પૂજ્ય દીપકભાઇ ૭ થી ૯ ફેબ્રુઆરી (શનિ થી સોમ) દરમિયાન રાજકોટના સત્સંગ પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસના મુકામ દરમિયાન પૂજ્યશ્રી મવડી ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમ સામેના ઓપન ગ્રાઉંડમાં સત્સંગ કરશે. સત્સંગ કાર્યક્રમ અંતર્ગત ૭ અને ૯ ફેબ્રુઆરી (શનિ અને સોમ) સાંજે ૭ થી ૧૦ પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સત્સંગ કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ સત્સંગના વિષયને લગતા અથવા તો પોતાને મુંઝવતા તમામ વ્યવહાર, ધર્મ કે અધ્યાત્મ સંબધિત પ્રશ્નોના સમાધાન પૂજ્યશ્રી પાસેથી મેળવી શકે છે.
રવિવારે ૮ ફેબ્રુઆરીના સાંજે ૫ થી ૮.૩૦ દરમ્યાન આત્મસાક્ષાત્કાર પામવા માટેનો અદભૂત ભેદજ્ઞાન પ્રયોગ જ્ઞાનવિધિ યોજવામાં આવશે.
આ સત્સંગ કાર્યક્રમ નિઃશુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકે છે.
(3:00 PM IST)










