<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

શુક્રવારે શહેરમાં આધારકાર્ડની કામગીરી બંધ રહેશેઃ અંધાધુંધી સર્જાશે

કેન્‍દ્રોના ઓપરેટર તેમજ સુપરવાઇઝરો માટેની તાલીમના કારણે મનપા તંત્રની સતાવાર જાહેરાત

રાજકોટ,તા.૩:  શહેરના તમામ આધાર કેન્‍દ્રો ખાતે ફરજ બજાવતાં આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરો માટેની તાલીમ સબબ તા.૦૬ના શુક્રવારે મહાનગરપાલિકાના તમામ આધાર કેન્‍દ્રોની કામગીરી બંધ રહેશે તેમ મનપા તંત્ર દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.  આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગર પાલિકાનાં તમામ આધાર કેન્‍દ્રો ખાતે ફરજ બજાવતાં આધાર ઓપરેટર તેમજ સુપરવાઇઝરો માટેની તાલીમ, વિષયઃ- “Universal client for master trainers by uidai”, તા.૬ ફેબ્રુઆરી, શુક્રવારના રોજ કલેકટર કચેરી -રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

આ તાલીમ તમામ આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરો માટે ખુબ જરૂરી હોઈ, અત્રેની કચેરી હેઠળના તમામ આધાર કેન્‍દ્રો તા.૬ ફેબ્રુઆરી-શુક્રવારના રોજ બંધ રહેશે, જેની જાહેર જનતાને જાણ લેવા આથી અનુરોધ કરવામાં આવે છે.

(2:58 PM IST)