<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ટાગોર રોડ પર ફલેટમાં નિકીતાબેન વેગડાનો ગળાફાંસો ખાઇ આપઘાત

પતિ નોકરીએથી ઘરે જમવા આવતા પત્‍ની લટકતી જોવા મળીઃ કારણ અકળ

રાજકોટ, તા. રઃ  શહેરના ટાગોર રોડ પર આવેલા દિનેશ એપાર્ટમેન્‍ટમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ટાગોર રોડ પર વિરાણી સ્‍કુલની પાછળ આવેલા દિનેશ એપાર્ટમેન્‍ટમાં રહેતા નિકિતાબેન પિયુષભાઇ વેગડા (ઉ.વ.ર૬) એ ગઇકાલે બપોરે પોતાના ફલેટમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ નોકરીએથી બપોરે જમવા માટે આવતા પત્‍નીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તેને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ત્‍યાં તપાસનીશ તબીબોએ નીકીતાબેનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. બનાવની જાણ થતા એ-ડીવીઝન  પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એમ. બરાડીયા સહિતે હોસ્‍પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક નીકીતાબેનના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેના માતા-પિતા રાજકોટમાં રહે છે તે સાસુ સસરાથી અલગ રહેતા હતા. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:55 PM IST)