તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
શાપર-વેરાવળને પોલીસે બાઇક ચોરને ઝડપી લીધો
પકડાયેલ અક્ષય મહેતાએ ગોંડલ અને રીબડા રેલ્વે સ્ટેશન પાસેથી બાઇક ચોર્યાની કબુલાત આપીઃ ૪ બાઇક કબ્જે

તસ્વીરમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ તા. ૩: શાપર-વેરાવળ પોલીસે બાઇક ચોરને પકડી પૂછતાછ કરતા ગોંડોલ અને રીબડા રેલ્વે સ્ટેશન પાસેથી બાઇક ચોરીનો ભેદ ખુલ્યો હતો પોલીસે ૪ બાઇક કબ્જે કર્યા હતા.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોંડલ વીભાગ કે.જી.ઝાલા દ્વારા વણશોધાયેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.બી.રાણા ની રાહબરી હેઠળ શાપર (વે.) પોલીસ ટીમ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ કરતા ગુનેગારોને શોધી પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જગસીભાઈ ઝાલા ને ખાનગી રાહે મળેલ હકીકત આધારે એક ઇશમ પાસેથી વેરાવળગામ એસ.આઇ.ડી.સી.રોડ શાંતીધામ-૨ માથી શંકાસ્પદ મો.સા નં (૧) કાળા કલરનું પોલીસ પટ્ટા વાળુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું જેના એન્જીન નં-HA10EFBHD49531 તથા ચેચીસ નં MBLHA10EYBHD28709 મો.સા જેની કિંમત રૂા. ૨૦,૦૦૦/-તથા નં (૨) કાળા કલરનું હીરો હોંન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મો.સા જેમા વાઇટ પાટા જોવામા આવેલ હોય જે નંબર પ્લેટ હોય જેના એન્જીન નં-HA10AGH5H00083 તથા ચેચીસ નં.MBLHAR080H5H10012 જેની કિંમત રૂા.૨૦,૦૦૦/- વાળુ તથા નં.(૩) કાળા કલરનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પીળો પટ્ટા વાળુ નંબર પ્લેટ વગરનુ જેના એન્જીન નં-04B16F25169 તથા ચેચીસ નં.04B15E24220 જેની કિંમત રૂા. ૨૦,૦૦૦/- વાળુ તથા (૪) જોતા કાળા કલરનું પોલીસ પટ્ટા વાળુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. જોવામા આવેલ હોય જેની આગળ પાછળ નંબર પ્લેટ જોતા GJ-03-BM 6115 હોય જેના એન્જીન નં- 07A15E24070 તથા ચેચીસ નં.07A16F05545 જેની કિંમત રૂા.૨૦,૦૦૦/- વાળા વાળા સાથે મળી આવતા મો.સા. બાબતે કોઇ આધાર પુરાવા કે મો.સા.ને લગત કોઈ કાગળો હોય તો રજુ કરવા કહેતા નહી હોવાનું જણાવેલ હતું પોલીસ તપાસમાં અને સદરહું મો.સા. નં (૧) આજથી આઠેક મહીના પહેલા પહેલા ગોંડલ બસ સ્ટેશન પાસેથી તેમજ મો.સા નં.(૪) આશરે ૧૦ દીવશ પહેલા રીબડા રેલ્વે સ્ટેશન ના પર્કીગમા થી ચોરી કરેલ નુ જણાવેલ છે તથા મો.સા નં (૨) તથા (૩) જે પોતાના મીત્ર પાસેથી ખરીદી કરેલ નુ જણાવેલ છે.
શાપર-વેરાવળ પોલીસે પકડાયેલ બાઇક ચોર અક્ષયભાઈ સનમુખભાઈ મહેતા, ઉ.વ.૧૯, ધંધો.ડ્રાઇવીંગ રહે.હાલ શાંન્તીધામ સોસાયટી-ર શેરી નં.૮ ભાડેથી મૂળ રહે. પ્રાંચી તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથની વધુ પૂછતાછ હાથ ધરી છે.
આ કાર્યવાહી શાપર (વે.) પો. સ્ટે.ના પો. કોન્સ. અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, દીવ્યેશભાઇ શામળા, મનસુખભાઇ ચૌહાણ તથા રાજદીપસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.
(2:30 PM IST)










