તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
રાજકોટની ભાગોળે માલઘારી ફાટક નજીક વંદેભારત ટ્રેનએ ત્રણ વ્યક્તિને અડફેટે લીધા : બે લોકોના ઘટના સ્થળે મોત : એક ગંભીર
ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે માલઘારી ફાટક નજીક આ ગમખ્વાર અકસ્માત: પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી :અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા

રાજકોટમાં બપોરના સુમારે દુઃખદ ઘટના બનવા પામી હતી. જેમાં હાઈસ્પીડ વંદેભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિ આવી ગયા હતા. ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે માલઘારી ફાટક નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિનું મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાની જાણ રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.
વંદે ભારત ટ્રેન તેના નિયત સમય મુજબ પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક 3 વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવી પડી હતી. સ્થાનિકોને અકસ્માતની જાણ થતા 108 ઈમરજન્સીને આ બાબતે જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
અકસ્માતને પગલે આરપીએફ ના DSC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માલઘારી ફાટક પાસે બનેલી ઘટનાને પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં આ અકસ્માત છે કે પછી સામુહિક આપઘાતનો પ્રયાસ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું અને અન્ય જરૂરી કાર્યવાહી હાલ ચાલી રહી છે
(7:48 PM IST)










