<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસેથી રૂા.૭૬ હજારના દારૂ ભરેલી કાર સાથે રવી પકડાયો

ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. સંજયભાઇ દાફડાની બાતમીઃ દારૂ મંગાવનાર પ્રશાંત પરમારની શોધખોળ

રાજકોટ, તા.૨: ભાવનગર રોડ પર વિઠ્ઠલવાવ ગોૈશાળા નજીક ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૭૬ હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભાવનગરરોડ પર સરધારથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલી એક કાર  આવતી હોવાની ક્રાઇમબ્રાંચ ના એ.એસ.આઇ. સંજયભાઇ દાફડાને બાતમી મળતા પી.એસ.આઇ. આર.કે. ગોહિલ, એ.એસ.આઇ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ તુલશીભાઇ ચુડાસમા સહિતે ભાવનગર રોડ વિઠ્ઠલવાવ ગોૈશાળા પાસેથી કારને રોકી  તલાશી લેતા તેમાંથી રૂા.૭૬,૬૩૨ની કિંમતની ૩૬૦ બોટલ મળી આવતા ચાલક રવી પ્રવિણભાઇ રાઠોડ (રહે. રેલનગર ઝાંસીકીરાણી ટાઉનશીપ વિંગ સી કવાર્ટરનં.૩૧)ને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા લક્ષ્મીવાડીનો પ્રશાંત કિશોરભાઇ પરમારે દારૂ મંગાવ્‍યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

(4:07 PM IST)