તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
ધોળકીયા સ્કુલ યોજીત ‘‘બિઝનેશ ફેર''ની સિધ્ધિઃ ઈન્ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન
ધો.૧૧ કોમર્સના ૧૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ૩૫૦ થી વધુ સ્ટોલ્સ ઉભા કરાયાઃ ૧.૫ લાખથી વધુ લોકોએ મૂલાકાત લીધીઃ સારો પ્રતિસાદ

રાજકોટ,તા.૦૨: ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસ અને એશિયા બૂક ઓફ રેકોર્ડસ બાદ રાજકોટની ધોળકિયા સ્કૂલે ‘‘ઈન્ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડસ''માં સ્થાન મેળવી અનોખી ઓળખ ઉભી કરી છે.
અકિલા ખાતે વિગતો વર્ણવતા આ શાઇાની ટીમે જણાવ્યુ હતુ કે પરિણામલક્ષી શિક્ષણ સાથે પ્રેકટીકલ કેળવણી અને નેતૃત્વનો અનોખો ત્રિવેણીસંગમ રચાય તે હેતુથી બીઝનેસ ફેર કરવામાં આવેલ. જેમાં ધો. ૧૧ (કોમર્સ) ના ૧૫૦૦+ થી વધુ વિધાર્થીઓ પોતાના વર્ગખંડના વિચારોને લઈ આત્મવિશ્વાસ અને પોતાની વ્યાવસાયિક પ્રતિભા સાથે આ બિઝનેસ ફેરમાં વેપાર માટે જોડાયા.
આ ફેરનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓના વેચાણને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉધોગપતિ, બીઝનેશમાં કે માર્કેટીંગની વ્યક્તિ બને ત્યારે વેપાર માટે કેવી રીતે આયોજન કરવું, શરૂઆતમાં નાણાની વ્યવસ્થા કેવી રીતે કરવી, માલની ખરીદી-વેચાણ કયાંથી કરવું, માલ વેચાણ જગ્યા પર કેવી રીતે પહોંચાડવો, વધુ વેચાણ માટે કઈ કઈ યોજનાઓ બનાવવી આ બધા જ મુદ્દાઓ પર માર્ગદર્શન આપી પ્રેકટીકલ ટ્રેનીંગ આપી વિધાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરવાનો હતો.
૧૧ કોમર્સના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું. આ વિધાર્થીઓ આ ફેરમાં માર્કેટિંગ, વેચાણ, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન, ગ્રાહક સાથે વ્યવહાર-વાર્તાલાપ અને ટીમ મેનેજમેન્ટમાં પોતાની કુશળતા બતાવી.
બીઝનેસ ફેરમાં ૩૫૦ થી વધુ સ્ટોલ્સ પર વિધાર્થીઓના વિચારો વર્ગખંડથી વિશ્વફલક સુધી ગયા અને to Global ના સપનાને આકાર આપ્યો. દરેક સ્ટોલ પર આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુનું વેચાણ થાય તે બાબતને ખાસ પ્રાધાન્ય આપ્યું.
વેચાણની સાથે સ્વચ્છતા અને સ્વયંશિસ્ત જેવા મૂલ્યોનું પણ ઘડતર થયું. વિદ્યાર્થીઓને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરવું અને આખા દિવસની મહેનત દ્વારા મળતા પૈસા અને કમાણીનું મૂલ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો.
તા. ૨૩-૦૧-૨૦૨૬, શુક્રવાર ના રોજ આ બિઝનેસ ફેર રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયાના વરદહસ્તે ઉદ્દઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. આદરણીયશ્રી ગોરધનભાઈ વિધાર્થીઓની કાર્યપદ્ધતિ અને પ્રસ્તુતિથી ખુબ જ પ્રભાવિત થયા અને તેમણે સ્કૂલ અને વિધાર્થીઓના કાર્યને બિરદાવ્યું હતું.
તા. ૨૫-૦૧-૨૦૨૬, રવિવારના રોજ આ બિઝનેસ ફેરનું સંચાલન શાળાની ધો. ૧૧ (કોમર્સ) ની ૭૦૦ થી વધુ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા કરાયું હતું.
ધોળકિયા સ્કૂસ્ ધ બિગેસ્ટ બિઝનેસ ફેર એ પોતાની આગવી ઓળખ અને વર્લ્ડ રેકોર્ડના કારણે સર્વત્રથી આવકારીત થયો. ખાસ કરીને સોશિયલ મીડિયાના દરેક માધ્યમ અને પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનીક મીડિયા દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ એટલે કે ઈન્ટરનેશલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલ બિઝનેસ ફેરની ખાસ નોંધ લેવામાં આવી.
ઈન્ટેરનેશલ બુક ઓફ રેકોર્ડસ્ દ્વારા પણ આ બિઝનેસ ફેરમાં ખાસ પધારેલ જ્યુરી મેમ્બર્સ જેઓ ખ્યાતનામ બોલિવુડ એકટર શ્રી અરવિંદરસિંઘ ભટ્ટીએ પણ આ બિઝનેસ ફેરને અલૌકિક અને અદ્વૂત ગણાવ્યો હતો.
તસ્વીરમાં ‘અકિલા' સ્કુલના વિગતો વર્ણવતા ધોળકીયા સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, જીતુભાઇ ધલળકીયા, પ્રિન્સિીપાલ હિતેશભાઈ, રાહુલભાઈ, શાલીનભાઈ, કશ્યપભાઈ તેમજ વિદ્યાર્થીની બહેનો ક્રિના, વિભુતિ, ધ્યાના અને માહી નજરે પડે છે.
(3:44 PM IST)










