<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કલેક્‍ટર કચેરીને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટઃ તંત્ર દોડતું થયું

 

રાજકોટ રાજ્‍યભરમાં સરકારી કચેરીઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીઓના કિસ્‍સાઓ સતત વધી રહ્યા છે, ત્‍યારે આજે રાજકોટ જિલ્લા કલેક્‍ટર કચેરીને પણ નિશાન બનાવવામાં આવતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઇમેલ મારફતે મળેલી ધમકી બાદ પોલીસ કાફલો અને બોમ્‍બ સ્‍ક્‍વોડ ઘટનાસ્‍થળે ઉતરી આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે રાજકોટ કલેક્‍ટર કચેરીના સત્તાવાર ઇમેલ પર એક ધમકીભર્યો મેસેજ મળ્‍યો હતો. જેમાં કચેરીને બોમ્‍બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આ ગંભીર બાબતની જાણ થતા જ -દ્યુમન નગર પોલીસની ટીમ તાત્‍કાલિક પહોંચી હતી. બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ  અને ડોગ સ્‍ક્‍વોડ દ્વારા સમગ્ર બિલ્‍ડિંગને ઘેરી લેવામાં આવી હતી.કચેરીના ખૂણેખૂણામાં કલાક સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

જનસેવા કેન્‍દ્ર બંધ કરાતા અરજદારો પરેશાન

 બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરી કમ્‍પાઉન્‍ડમાં આવેલું જનસેવા કેન્‍દ્ર થોડા કલાકો માટે બંધ કરી દેવામાં આવતા કામ અર્થે આવેલા નાગરિકો અટવાયા હતા.

(4:12 PM IST)