તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
શહેરમાં શરદી - તાવ- ઉધરસ- ઝાડા ઉલ્ટીના કેસ ઘટયાઃ ૧૮૧૮ દર્દી
મનપા દ્વારા ૧૩૮૬પ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૩૮૦ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧પ૮ ને નોટીસ

રાજકોટ, તા. રઃ શહેરમાં મિક્ષ ઋતુ વચ્ચે રોગચાળાનો પગપેસારો ઘટવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૮૧૮ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના એક કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૬ જાન્યુ. થી ૧ ફેબ્રુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૧૮૧૮ થી
વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૧૬ તેમજ સામાન્ય તાવના ૭ર૭ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૭૩ તથા કમળાના-ર સહિત કુલ ૧૮૧૮ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ પ૧ર૬ તેમજ સામાન્ય તાવના ૩૬પ૩ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૦૦૪ તથા ટાઇફોઇડના ૧ તેમજ કમળાના ૭ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧પ૮ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૩૮૬પ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૮૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૩ર૭ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧પ૮ લોકોને નોટીસ આપવામાં આવી હતી. (૭.૩૩)
(3:05 PM IST)










