તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
ખુલજા સીમ સીમ... બુધવારે મનપાનું હળવુ ફુલ ડ્રાફટ બજેટ
મ્યુનિ. કમીશનર કરવેરા વધારો સુચવે તેવી સંભાવનાઃ નેતાઓ વધુ વેરા ફગાવી હીરો બનશે : આગામી વર્ષમાં સપના નહી, નક્કર યોજનાની જોગવાઇઓને સ્થાનઃ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા અંદાઝીત ૩૧૦૦ કરોડથી વધુનું સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરને સુપ્રત કરશે

રાજકોટ, તા. રઃ મ્યુ. કોર્પોરેશનનું નવા નાણાકિય વર્ષ ૨૦૨૬-૨૭નું નવુ બજેટ તથા હાલનું ૨૦૨પ-૨૬નું રિવાઇઝડ બજેટ આગામી બુધવારે સ્ટેન્ડીંગ કમિટિને મ્યુ. કમિશ્નર દ્વારા સુપ્રત કરી દેવામાં આવે તેવી શકયતાઓ છે. આ નવા બજેટમાં ફાટકમુકત શહેર માટે ૨૫૦ કરોડ જેટલી જોગવાઇ સહિતની નાની-મોટી યોજનાઓનો સમાવેશ થશે. ઉપરાંત ચૂંટણીનું વર્ષ હોઇ હળવુ બજેટ રાખવામાં આવે તેવી શકયતાઓ છે.
મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું સુચિત બજેટ બુધવારના રોજ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે. આવકની સામે ખર્ચમાં સતત વધારો થતો હોવાથી બજેટમાં કરબોજ વધવાની સંભાવના જોવાઇ રહી છે. ગત બજેટમાં સુચવવામાં આવેલ સુચિત વધારો સ્ટેન્ડિંગ કમિટિમાં માન્ય ન રહેતા આ વર્ષે પણ હાઉસ ટેકસના માળખામાં નોંધપાત્ર ફેરફાર તેમજ અન્ય આવકમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. છતા ચાલુ વર્ષ ચૂંટણી વર્ષ હોવાના કારણે શાસકો દ્વારા બજેટમાં સુચવેલ કરબોજ રદ કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે. છતા ફાઇનલ બજેટ દરમ્યાન ચિત્ર સ્પષ્ટ થશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨પ-૨૬ રિવાઇઝડ અને નવા નાણાકિય વર્ષ ૨૦૨૬-૨૭નુ નવુ બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.
નવા વર્ષના બજેટમાં સંભવત શહેરમાં ભેળવાયેલા નવા વિસ્તારો-માધાપર, મુંજકા,મોટામવા, ઘંટેશ્વર વગેરે ગામોની પ્રાથમિક સુવિધાઓ તથા સ્માર્ટ સીટી તરફના રોડ પહોળા કરવા યોજનાઓ ઉપરાંત શહેરમાં આરોગ્યલક્ષી અને ટ્રાફિક સમસ્યા દુર કરતી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતાઓ છે.
આ ઉપરાંત રાજકોટને ફાટકમુકત બનાવવા માટે અન્ડરબ્રીજ - ઓવરબ્રીજ બનાવવા ૨૫૦ કરોડની વધુની ખાસ જોગવાઇ બજેટમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત પર્યાવર શુધ્ધી ઉર્જાબચત, આજી ઉપર ફ્રન્ટ વિલપમેન્ટ, નવા બગીચાઓ, નવા કોમ્યુનિટી હોલ. વગેરે જેવી નાની મોટી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાય કોઇ શકયતાઓ.
૨૦૨૬-૨૭નું બજેટ આગામી સપ્તાહે તા. ૩૦ અથવા ૩૧ જાન્યુઆરી દરમિયાન જાહેર કરવામાં આવશે. કમિશનર તુષાર સુમેરા દ્વારા તમામ શાખાના અધિકારીઓની સાથે મેરેથોન બેઠક યોજીને બજેટને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. એક તરફ મહાનગરપાલિકાની આર્થિક નબળી સ્થિતિ વચ્ચે રૂ.૨૦૦ કરોડના લોન લેવાની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે બીજી બાજું ૨૦૨૫-૨૬ના બજેટમાં મુકાયેલી અનેક યોજનાઓ નાણાંના અભાવે પુરી થઈ શકી નથી.આવા સંજોગોમાં કમિશનર તુષાર સુમેરા મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સધ્ધર કરવા માટે પ્રજા પર અંદાજે ૧૫૦ થી ૨૦૦ કરોડનો વેરો ઝીંકવાના મુડમાં છે. અલબત, મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોય શાસકો દ્વારા તેમના આ અંતિમ બજેટમાં કોઈપણ વેરા વધારો મંજૂર નહીં જ કરે એ વાત પણ નિヘુિત છે. બીજી બાજું ટાઉનપ્લાનિંગ શાખા હસ્તકના સાત ટીપી પ્લોટની હરાજી કરીને રૂ.૩૭૦ કરોડ ઉભા કરવાની ગણતરી પણ ઉંધી પડી છે. અને માત્ર એક જ પ્લોટનું વેંચાણ થયું છે. આવી જ રીતે માર્ચ મહિનામાં નાણાંકિય વર્ષ પુરું થાય એ પહેલા મિલકત વેરાનો રૂ.૪૫૪ કરોડનો અને વાહન વેરાનો રૂ. ૩૦ કરોડનો ટાર્ગેટ પુરો થશે કે કેમ તે પ્ર‘ાર્થ છે. આવા સંજોગોમાં કમિશનર દ્વારા કોઈ નવી અને મહત્વપુર્ણ યોજના જાહેર કરવાને બદલે જુની યોજનાઓ જ પુર્ણ કરવા પર ભાર મુકાશે. પણ, વહિવટી પ્રક્રિયા ઝડપી બનાવીને પ્રજાની અપેક્ષાઓ સંતોષવા કમિશનર દ્વારા લોકોની ફળદાઇ થાય તે પ્રકારનુ બજેટ તૈયાર કરવામાં આવ્યુ છે. છતા સુચિત બજેટ રજૂ થયા બાદ અને શાસકો દ્વારા ફાઇનલ કર્યા બાદ બજેટ કેવુ રહ્યુ તે જાણવા મળશે. સફળ થશે કે કેમ ? તે આગામી સમય જ કહેશે.
આમ એકંદરે ૨૦૨૬-૨૭નુ બજેટ ચુંટણીલક્ષી હળવુ ફુલ રહેવાની શકયતાઓ વધારે છે. (૬.૧પ)
(3:04 PM IST)










