News of Saturday, 31st January 2026
શિક્ષણ જીવનનું સૌથી મોટું દાનઃ પૂ. નયશેખર મ.સા.

રાજકોટઃ આથમણાપુરા ગામે પ્રાથમિક શાળામાં માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના સંયમ જીવનના ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં બાળકોને સેવ, બુંદી, બિસ્કિટ, ચોકલેટ, પુસ્તકો, શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવેલ કે શિક્ષણ જીવનનું સૌથી મોટું દાન છે. જૈન ધર્મ કહે છે કે જ્ઞાનથી માણસ સારો બને છે. શિક્ષણથી આપણે સાચું-ખોટું ઓળખી શકીએ છીએ. વિતરણનો લાભ ગુરુભક્ત પરિવારે લાભ લીધેલ. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુસ્તક અને સાલ દ્વારા બહુમાન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, એન્કરિંગ, આભાર વિધિ અને શાળાની પ્રવળત્તિઓનો પરિચય અલ્કેશભાઈ ચાવડા એ કરેલ. આ પ્રસંગે સરપંચ લાડજી ઠાકોર, ઉપસરપંચ સોમાજી ઠાકોર, માજી સરપંચ કાન્તિજી ઠાકોર, સંજયભાઈ શાહ, શ્રીમતિ મિત્તલબેન શાહ, દેવ શાહ, પ્રદીપસિંહ વિગેરે ઉપસ્થિત રહેલ. સાથે સાથે શાળાના આચાર્ય બચુભાઈ જોષી, શિક્ષકો-અલ્કેશભાઈ, મનોજભાઈ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે શાળા પરિવારે દાતા પરિવાર અને પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ.
(3:33 PM IST)










