તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
વોર્ડ નં. ૩માં નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઓફિસની મુલાકાત લેતા તુષાર સુમેરા

રાજકોટઃ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આજે વોર્ડ નં. ૩માં નવી બનાવવામાં આવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) ઓફિસની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે ઓફિસમાં ઉપલબ્ધ સુવિધાઓ, કામગીરીની વ્યવસ્થા તેમજ મેદાન સ્તરે ચાલી રહેલી સ્વચ્છતા સંબંધિત કામગીરી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.મ્યુનિસિપલ કમિશનર દ્વારા SWM ઓફિસમાં ઉપલબ્ધ સાધનો, મશીનરી, વાહનો, કર્મચારીઓની કામગીરીની વ્યવસ્થા તેમજ દૈનિક કામગીરીની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. કચરાના સંગ્રહ, પરિવહન, વર્ગીકરણ અને નિકાલ સંબંધિત વ્યવસ્થાની કાર્યક્ષમતાની ચકાસણી કરી જરૂરી સૂચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનરની વિઝીટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરહર્ષદ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી દિગ્વિજયસિંહ તુવર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
(3:16 PM IST)










