તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા અને ગુમ થયેલા મોબાઇલ ફોન પરત અપાવતી પોલીસ
એ-ડીવીઝન પોલીસના પી.આઇ.બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સાયબરની ટીમે અરજદારોને રૂા. ૩૪.૪૪ લાખની રોકડ તથા મોબાઇલ પરત કર્યા

રાજકોટઃ ‘તેરા તુજકો અર્પણ'અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા લોકો તેમજ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત અપાવવા માટે પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, એડીશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી રાકેશ દેસાઇ તથા એસીપી બી.જે. ચૌધરીની સૂચનાથી એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઇ., બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સાયબરની ટીમે પોલીસ મથકમાં આવેલી અરજીઓની ટેકનીકલ એનાલીસીસ કરી તપાસ હાથ ધરી સાયબર ફ્રોડનો ભોગ બનનારા ૧૬ અરજદારોના રૂા.પ,૬૪,૩૪૬ તથા રૂા. ર,૧ર,૮૮૬ ની કિંમતના ગુમ થયેલા ૧પ મોબાઇલ ફોન શોધી અરજદારોને પરત કર્યા હતા, તેમજ વસ્તુ કે દાગીના ગુમાવનાર ૧ર અરજદારોને રૂા. ર૬,૬૭,રર૩ નો મુદામાલ અરજદારોને પરત કર્યો હતો.
(2:47 PM IST)










