તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
ભાજપ યુવા મોરચો બજેટ વિષયક રાજયવ્યાપી યુવા સંવાદ કરશે
મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. હેમાંગ જોષીની અકિલા સાથે વાતચીત

રાજકોટઃ તા.૩૧, કેન્દ્રીય મંત્રી શ્રી નિર્મલા સીતારામન આવતીકાલે સંસદમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરનાર છે.
ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા બજેટ વિશે યુવાનોને વિગતવાર સમજ આપવા યુવા સંવાદના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાનાર છે .
ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને વડોદરાના પ્રતિભાશાળી સંસદ સભ્ય શ્રી હેમાંગ જોશીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર દર વખતે વિકાસલક્ષી બજેટ આપે છે .જેમાં યુવાનો માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવે છે. આ વર્ષે બજેટ રજૂ થઈ જાય પછીના દિવસોમાં રાજયના મહાનગરો અને જિલ્લાઓમાં મળી ૪૫ જેટલા સ્થાનો પર બજેટ વિષયક યુવા સંવાદ યોજવામાં આવશે
.જેમાં પાર્ટીના અગ્રણીઓ અને વિષય નિષ્ણાતો માર્ગદર્શન આપી બજેટ સંદર્ભે યુવાનો સાથે ચર્ચા કરશે . બજેટની વિગતવાર વાત યુવાનો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.
(2:31 PM IST)










