<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાજકોટમાં બે ચોરીઓ કરનારા ખંભાળીયાના ભાવેશને લીમડા ચોકમાંથી ડીસીબીએ દબોચ્‍યો

ઓમનગરમાં પ્‍લાયવૂડના ગોડાઉન અને થોરાળામાં ચા-પાનની કેબીનમાં તાળા તોડી રોકડ ઉસેડી હતી : ૧.૨૫ લાખની રોકડ કબ્‍જેઃ છુટક મજૂરી કરતો આ શખ્‍સ મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડયોઃ પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમારની ટીમની કામગીરી : કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, મહાવીરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૩૧: શહેરમાં મવડી ઓમનગર સર્કલ પાસે પ્‍લાયવૂડમાં ડેલામાં એક મહિના પહેલા થયેલી ચોરી અને થોરાળા વિસ્‍તારમાં પંદર દિવસ પહેલા પાનની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ડીસીબીએ ઉકેલી નાંખી દેવભુમિ દ્વારકાના જામખંભાળીયામાં ધરારરનગરમાં રહેતાં ભાવેશ ઉર્ફ ભાણો હીરાભાઇ ભાટી (ઉ.વ.૨૩)ને લીમડા ચોકથી રાજકુમાર કોલેજ તરફ જતાં  રોડ પર આલાપ-બી એપાર્ટમેન્‍ટ સામેના રોડ પરથી ઝડપી લઇ રૂા. ૧,૨૫,૦૦૦ની રોકડ કબ્‍જે કરી છે.

ચોરીના ગુનાઓ ઉકેલવા ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, કૃષ્‍ણદેવસિંહ ઝાલા અને કોન્‍સ. મહાવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે રાજકોટમાં ચોરીઓના ગુનામાં સામેલ ખંભાળીયાનો ભાવેશ ઉર્ફ ભાણો લીમડા ચોક આસપાસ આટાફેરા કરે છે. આ બાતમી પરથી ભાવેશ ઉર્ફ ભાણાને સકંજામાં લઇ તલાસી લેતાં તેની પાસેથી ૧,૨૫,૦૦૦ની રોકડ મળી હતી.

વિસ્‍તૃત પુછતાછ કરતાં તેણે રાજકોટની બે ચોરીઓ કબુલી હતી. એક મહિના પહેલા મવડી ઓમનગરમાં આવેલા પ્‍લાયવૂડના ગોડાઉનમાં ત્રાટકી ત્‍યાંથી રોકડની ચોરી તેમજ પંદર દિવસ પહેલા થોરાળામાં પાનની દૂકાનમાંથી પણ ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી હતી. વધુ તપાસ માટે ભાવેશ ઉર્ફ ભાણાનો કબ્‍જો તાલુકા પોલીસ અને થોરાળા પોલીસ મેળવશે. ભાવેશ અગાઉ કલોલમાં પણ ચોરીના ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. તે વખતે કલોલ તાલુકા પોલીસમાં પકડાયો હતો. ભાવેશ છુટક મજૂરી કરે છે. મોજશોખ પુરા કરવા ચોરીઓના રવાડે ચડયો છે. રાજકોટ આવી ચોરી કરી વતન ભાગી જતો, પૈસા ખુટતાં ફરીથી રાજકોટ આવી હાથફેરો કરતો હતો. આ વખતે રોકડ સાથે રાજકોટ ઘુમરા મારવા અને તક મળે તો હાથફેરો કરવા માટે આવ્‍યો હતો. પરંતુ ડીસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર,  હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ, અનુજભાઇ ડાંગર, કરણભાઇ કોઠીવાળ, કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્‍વજસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર, પોપટભાઇ ગમારા અને અરવિંદભાઇ ફતેપરાએ આ કામગીરી કરી હતી. 

 

(1:21 PM IST)