News of Thursday, 29th January 2026
પ્રવીણ કાનાબારને આંગણે નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત

રાજકોટ : દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો ‘‘મન કી બાત''નો ૧૩૦ મો એપિસોડ રાજકોટ શહેર ભાજપ દ્વારા ભાજપ અગ્રણી અને કારોબારી સભ્ય તેમજ જાણીતા બિલ્ડર પ્રવીણ કાનાબારના નિવાસ સ્થાને રાખેલ હતો. જેમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, પૂર્વ મેયર, ડો. જયમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા, વોર્ડ પ્રમુખ પવન સુતરીયા, વોર્ડપ્રભારી જીગ્નેશ જોશી, મહામંત્રી કેયુર મશરૂ, રમેશ કિયાડા, શહેર મહિલા ઉપપ્રમુખ મનિષાબેન જોશી, લુહાર જ્ઞાતિના અગ્રણી પૈલેશભાઈ સિદ્ધપુરા, મનીષ જોષી, દિનેશ ઠક્કર, હરદેવસિંહ વાઘેલા, ભનુભાઈ પટેલ, દીપેન ત્રિવેદી, અક્ષર કાનાબાર, ભાવેશભાઈ, ઉદ્ધવ કાનાબાર સહિતના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહેલ. એપિસોડ બાદ પ્રવીણ કાનાબાર ને ત્યાં બિરાજમાન નયન રમ્ય શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શનનો પણ સર્વે અમૂલ્ય લાભ લઈ આધ્યાત્મિક તળપ્તિ મેળવેલ
(2:35 PM IST)










