તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
રોટરી કલબ મીડટાઉન દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવા પ્રવૃત્તિ
જોય ઓફ ગીવીંગ સહીત જુદી જુદી સંસ્થાઓમાં શિક્ષણલક્ષી કીટ, આરોગ્યલક્ષી કીટનું વિતરણ : વૃધ્ધાશ્રમ અને દિવ્યાંગોની સંસ્થાઓમાં પણ સેવા કાર્યો

રાજકોટ તા. ૨૮ : રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન છેલ્લા ૨૯ વર્ષથી કાર્યરત છે. દર વર્ષે સામાજીક ક્ષેત્રે લાખો રૂપિયાના પ્રોજેકટસ હાથધરી સમાજ સેવાના ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરે છે. આ વર્ષના પ્રેસીડન્ટ તરીકે જીનેશભાઈ કામદાર અને સેક્રેટરી તરીકે આકાશભાઈ પારેખ કાર્યરત છે.
વર્ષ દરમિયાન ‘જોય ઓફ ગીવીંગ'નો જે પ્રોજેકટ ચાલે છે તે ડો. ભાનુબહેન ધકાણ અને તેમની ટીમ સંભાળે છે. આ વર્ષ દરમિયાન માત્ર ત્રણ મહીનામાં જ ૫૦ થી ઉપર સેવાકીય પ્રવળત્તી હાથ ધરવામાં આવી અને સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રવળતીઓ ચાલુ જ છે. જે કલબના સભ્યોના આર્થીક સહયોગથી ચાલે છે.
આ વર્ષે ૧ જુલાઈથી જે પ્રોજેકટસ કર્યા તેમાં અણીયારા સરધાર સ્કુલમાં જઈ દરવાજો બનાવી આપ્યો. રાખડી હરીફાઈ, નોટબુકસ વિતરણ, ભોજન આપેલુ, છેલ્લા બે વર્ષથી ત્યાંના સ્કુલના બાળકોને નવો યુનીફોર્મ બનાવી અપાય છે. સરદાર પટેલ સ્કુલમાં બે કલાસની બેંચીસ, નોટબુકસનું વિતરણ અને વકતળત્વ સ્પર્ધા યોજેલ.
રામનાથપરા સ્લમ સ્કુલ સાથે ભાવનાબેન જોષીપુરા સાથે રોટરી મીડટાઉન વર્ષોથી કામ કરે છે. ત્યાં પણ નોટબુક્સ, સ્કુલ બેગ્ઝ, ભોજનનો સહયોગ કરાયો હતો. વિશ્વ નીડમ ગુરુકુળમાં લાયબ્રેરી ડેવલપમેન્ટ પ્રોજેકટ, બાળકો માટે વકતળત્વ સ્પર્ધા ભોજનનું આયોજન. એલબીએસ સ્કુલ ઈન્ટરેકટ સ્કુલ છે.
આ વર્ષે શરૂઆતમાં જ ૪૦ જરૂરીયાતમંદ દીકરીઓને ૪૦ હજારની સ્કોલરશીપ, નોટબુકસનું વિતરણ, કપડા વિતરણ તથા રેગ્યુલર અવનવા કાર્યક્રમો યોજેલ છે. સરસ્વતી પ્રાથમીક વિદ્યાલય મવડીમાં દર વર્ષે પાંચ વિદ્યાર્થીનીઓને દતક લઈ રૂપીયા પ હજાર સ્કોલરશીપ વિતરણ કરાઇ. આવી તો અનેક સ્કુલોમાં જઈને વિવિધ પ્રવળતીઓ કરેલ છે.
રાજકોટમાં જેટલા પણ વળધ્ધાશ્રમો છે તેમાં રોટરી મીડટાઉનનો સહયોગ રહ્યો છે. સદભાવના વળધ્ધાヘુમમાં આ વર્ષ દરમીયાન પાંચ વખત ભોજન આપેલ, ત્યાના શ્વાવાનઆશ્રમમાં ૧૦,૦૦૦ રૂા નું અનુદાન, જામનગર રોડ વળધ્ધાશ્રમમાં ભોજન, ભજન, રમણિક કુંવરબા વળધ્ધાશ્રમમાં ભજન, ગાંધી જયંતી નીમીતે ગાંધીજીના પુસ્તકોનું દાન, બહેનો માટે નવીજ સાડીઓનું વિતરણ કરેલ.
ગુજરાત પર્યાવરણ ટ્રસ્ટ દર મહિનાના પહેલા રવિવારે ૨૫૦ વળધ્ધ-અસહાય વિધવા ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના બહેનોને આખો માસ ચાલે એટલી કીટસ આપે છે. તેમાં દર મહિને રોટરી કલબ સહાય કરે છે. સાતમ આઠમના તહેવાર ઉપર વિવેકાનંદ યુથ કલબને કીટસ સહાય કરેલ.
એનીમલ હેલ્પ લાઈનમાં જઈ સહાય તથા પ્રભુજીનો આશરો, માનસીક રીતે અસ્થિર ૫૫ લોકોને સાચવતી આ સંસ્થાને રોટરી મીડટાઉન વર્ષમાં બે વખત જમવાનું આપે છે. ૨૪ પંખાઓનું અનુદાન કરેલ છે. તેવીજ રીતે એકરંગ માનસીક રીતે અસહાય દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાં ભોજન કરાવેલ. એકવાગાડ પાણીનું મશીન અર્પણ કરેલ, સેતુ નામની મેન્ટલી રીટાર્ડેડ ઈન્સ્ટીટયુટમાં રાખી હરીફાઈ અને કલાત્મક વસ્તુઓનું વેચાણમાં સહાય, ભોજન કરાવેલ.
સીલાઈ મશીન, વ્હીલચેર પણ આ વર્ષ દરમીયાન આપેલ છે. ભાડલા ગામમાં એક તદન અસહાય બહેનને પગભર કરવા સીલાઈ મશીન અપાવ્યુ તથા તેની નાની દીકરીને સારી રીતે સ્કુલમાં એડમીશન અપાવી ભણવામાં સહાય કરેલ.
ક્ષય નિવારણ કેન્દ્રમાં રોટરી દર વર્ષે એકથી વધુ વખત ગરીબ ગામડાના ટી.બી.ના દર્દીઓને કીટસ સહાય કરે છે.
દર વર્ષનો એક મોટો પ્રોજેકટ છે કપડા કલેકશન-વિતરણનો. આ વર્ષ દરમિયાન પાંચ સંસ્થાઓને સાથે રાખી કપડા વિતરણ કરેલ હતુ. ઝુપડપટીના બાળકોને ભોજન, કંપાસ, નોટબુકસ વિતરણ કરેલ. રામનાથપરા, લોધેશ્વર, જામનગર રોડ ઉપર શ્રમીકોના બાળકોની સ્કુલમાં બાળકો માટે વિવિધ હરીફાઈઓ રાખેલ અને ભોજન કરાવેલ.
આંગણવાડીમાં મહાદેવ વાડી મેઈન રોડ ઉપર સ્કુલ નં.૪૭ માં બેસવાની ખુરશી, ૫૦ ડીસ વાટકા-ચમચીના ૫૦ સેટ તથા જમવાનું આપેલ. લોધેશ્વર, રામનાથપરા, ગંજીવાડાના ૩૫૦ થી ઉપર બળકોને ભોજન, અહંમ ગળપ સાથે કરાવેલ તથા દરેક બાળકોને કંપાસ ભેટ આપેલ.
માત્ર ત્રણ મહિનામાં જ ૫૦ ઉપર પ્રોજેકટ કરેલ. તેમા ચાર પ્રોજેક્ટસ ડીસ્ટ્રીકટ લેવલે સીલેકટ થયેલા. (૧) અંધ મહીલાશ્રમની બહેનોને ભોજન કેક આપી જમાડેલ (૨) રાજકોટની સેન્ટ્રલ જેલમાં એક મોટો પ્રોજેકટ કરેલ ૨૨૦૦ કેદીઓના દાંતનું ચેકઅપ, દવા સારવાર કરેલ. (૩) સેન્ટ્રલ જેલમાં લાયબ્રેરી ડેવલપ કરી હજાર નવા જ પુસ્તકો આપ્યા. રોટરીની પ્રિસ્કુલ મંજુલ ચાલે છે. જેમાં ગરીબ બાળકોને ફ્રી ઈંગ્લીશ મીડીયમનું શીક્ષણ અપાય છે. ત્યાં રોટરી દર મહિને અવાર નવાર કાર્યકમો કરે જ છે એ મંજુલમાં જઈ બાળકોને અનેકવિધ પ્રવળત્તી સાથે ભોજન કરાવેલ (૪) રાજકોટમાં સદભાવના વળધ્ધાશ્રમમાં પણ રોટરી મીટડાઉન અવાર નવાર ભોજન સેવા આપે છે.
રોટરી મીડટાઉનના કુલ ૧૭ કાયમી પ્રોજેક્ટસ છે. દર વર્ષે બાળકો કોલેજ શીક્ષણ લે ત્યાં સુધી સ્કોલરશીપની યોજના હોય છે. ૧૫ વર્ષ દરમિયાન દોઢ કરોડ રૂા. ની સ્કોલરશીપ આપેલ છે. તેમાથી ૯૪ તો ડોકટર્સ બની ગયેલ છે. આ શીક્ષણ ક્ષેત્રનો પ્રોજેક્ટ વિક્રમભાઈ સંઘાણીની મહેનતથી ચાલે છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ડોલ્સ મ્યુઝીયમ રાજકોટનો પ્રોજેકટ ડી. જી. દિપકભાઈ અગ્રવાલની મહેનતથી ચાલે છે.
તેવીજ રીતે લાયબ્રેરી અમીનમાર્ગ ઉપર ચાલે છે. ડાયાબીટીઝ સેન્ટર, હોસ્પીટલ પણ રોટરી મીડટાઉન ચલાવે છે. પ્રભુજીનો આશરો, માનસિક રીતે અશકત લોકોની સંસ્થા, ગુંદાવાડી હોસ્પીટલમાં ન્યુ બેબી બોર્ન માટે કીટસ એમ અનેકવિધ સેવાકીય પ્રવળતી રોટરી કલબ કરે છે. ફ્રી કાનના મશીન આપવાનો કેમ્પ ડો. જતીનભાઈ મોદી એન્ડ ફેમીલી દ્વારા થાય છે તેમાં એક કેમ્પ રોટરી ડીપીએમસીમાં અને બીજો કેમ્પ પુજીત રૂપાણી ટ્રસ્ટમાં યોજાય છે. દર વર્ષે સરકારી સ્કુલના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન રોટરી કરે છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ રોટરી કલબની પ્રવૃત્તિઓ વર્ણવતા રોટરી કલબ મીડટાઉનના પ્રેસીડેન્ટ જીજ્ઞેશભાઇ કામદાર, જોય ઓફ ગીવીંગના સભ્ય ડો. ભાનુબેન ધકાણ, ફસ્ટ લેડી અવનીબેન કામદાર, એકટીવ મેમ્બર રીટાબેન ચોહાણ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:45 PM IST)










