તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
ગંજીવાડામાં ભત્રીજો પાડોશીની દિકરીને ભગાડી જતાં અરવિંદભાઇ ગોંડલીયા પર ૭ જણા ધોકાથી તૂટી પડયા
જગદીશભાઇ, ભગીરથ, રાહુલ, આકાશ, ચેતન, સોનલબેન, પ્રિયાબેન વિરૂધ્ધ થોરાળામાં ગુનો

રાજકોટ તા. ૨૮: ગંજીવાડામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં પ્રોૈઢના ભાઇનો દિકરો પાડોશીની દિકરીને પાંચ દિવસ પહેલા ભગાડી ગયો હોઇ આ વાતનો ખાર રાખી આ દિકરીના પિતા, ભાઇ સહિતના ૭ જેટલા પરિવારજનોએ આ પ્રોૈઢ પર ટોળકી રચી હુમલો કરી ધોકા-ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
આ બનાવમાં થોરાળા પોલીસે ગંજીવાડા શેરી નં. ૪૩ બંધ શેરીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અરવિંદભાઇ શામદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૪૯) હુમલામાં ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેમની ફરિયાદ પરથી થોરાળા પોલીસે તેમના પાડોશમાં રહેતાં ચેતન રાજુભાઇ મકવાણા, રાહુલ રાજુભાઇ મકવાણા, ભગીરથ ઉર્ફ ભગો જગદીશભાઇ મકવાણા, આકાશ જીતુભાઇ મકવાણા, જગદીશ સવજીભાઇ મકવાણા, સોનલબેન જીતુભાઇ મકવાણા અને પ્રિયાબેન જગદીશભાઇ મકવાણા વિરૂધ્ધ રાયોટીંગ, હુમલાનો ગુનો નોંધ્યો છે.
અરવિંદભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. અમે ત્રણ ભાઇઓ અને એક બહેન છીએ. જેમાં બહેન મોટા છે. હું મારા પત્નિ શોભનાબેન, બે દિકરા સાથે રહુ છું. મારા મોટાભાઇનો દિકરો પાંચ દિવસ પહેલા પાડોશીની દિકરીને ભગાડી ગયો છે. આ કારણે મંગળવારે સાંજે આઠેક વાગ્ેય હું ઘરે હતો ત્યારે શેરીમાં રહેતાં જગદીશભાઇ, તેના સંબંધીઓ ચેતન, રાહુલ, સહિતના શેરીમાં જેમ ફાવે તેમ બોલતાં હોઇ હું તેઓને આવુ બોલવાની ના પાડવા જતાં ઉશ્કેરાઇ ગયા હતાં અને મને વધુ ગાળો દઇ ધોકાથી હુમલો કરી માર મારવા માંડયા હતાં.
દેકારો થતાં ભગીરથ ઉર્ફે ભગો, આકાશ પણ ધોકો લઇને આવ્યા હતાં અને મને આડેધડ મારતાં પડી ગયો હતો. બાદમાં જગદીશ મકવાણા પણ દોડી આવ્યો હતો અને હું નીચે પડેલો હોઉ મારા બંને પગ તેણે પકડી રાખી તેના દિકરા ભગીરથને મને મારવાનું કહેતાં તેણે ધોકા ફટકાર્યા હતાં. એ પછી સોનલબેન, પ્રિયાબેન પણ આવી ગયા હતાં અને મને ઢીકાપાટુનો માર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં અને મારા ઘરના સભ્યો પણ આવી જતાં આ બધા ભાગી ગયા હતાં. બાદમાં મેં પોલીસને અને ૧૦૮ને જાણ કરતાં સારવાર માટે લઇ જવાયો હતો.
અરવિંદભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઇનો દિકરો પાડોશી જગદીશભાઇની દિકરીને ભગાડી ગયો હોઇ તે વાતનો ખાર રાખી આ બધાએ ગાળો દઇ ધોકાથી માર માર્યો હતો અને ઢીકાપાટુ પણ માર્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. નિલેષભાઇ ડામોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(4:06 PM IST)










