તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
સિટી બસના 20 ડ્રાઇવરોને વગર વાંકે છૂટાકરી દેવાયા: રોષ મનપા કચેરીએ ટોળુ ઘસી આવ્યુ: અધિકારીઓને રજૂઆત

રાજકોટ તા.27
મનપા સંચાલીત સિટી બસનું સંચાલન ઘણા સમયથી બગડી ગયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડ્રાઇવરા દ્વારા અવનવી બાબતો મુદ્દે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે જ સિટી બસ ડેપોના 15થી વધુ ડ્રાઇવરાએ મ્યુનિ.કમિશનરને લેખીતમાં ફરિયાદ કરતા સિટી બસનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.
મનપા સંચાલીત સિટી બસમાં ફરજ બજાવતા 15થી વધુ ડ્રાઇવરાએ મ્યુનિ.કમિશનરને ફરિયાદ કરી જણાવેલ કે, ડેપો મેનેજર દ્વારા હેરાનગતી વધુ થઇ રહી છે. સામે બોલનારને તાત્કાલી છૂટા કરી દેવામાં આવે છે. હાલમાં 20 ડ્રાઇવરાને કોઇ પણ જાતની નોટિસ વગર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડેપો મેનેજર દ્વારા અડધો અડધ ડ્રાઇવરાને બોનસ પણ અપાતુ નથી. તેવી જ રીતે પગાર વખતે અલગ અલગ બહાના હેઠળ ડ્રાઇવરા પાસેથી 500-1000 રૂપિયા કાપી લેવામાં આવે છે. ડ્રાઇવરો બસ મુકે ત્યારે બસમાં જે રીપેરીંગ કરવાનુ હોય તેની જાણ કરી આપે ત્યારે કોઇ જાતનુ રીપેરીંગ કરાતુ નથી આથી ઘણા સમયથી ડેપો મેનેજર ત્રાસ સહન કરી રહ્યા છે તો આ મેનેજરને છુટો કરવામાં આવે અથાવ બદલી કરવામાં આવે તેમ જણાવ્યુ હતું.
(4:19 PM IST)










