<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સીંગતેલમાં બે દિ'માં ૪૦ રૂા. વધ્‍યા : સરકાર મગફળીનો જથ્‍થો વેચવા કાઢે તો જ ભાવ ઘટશે

એક સપ્તાહમાં સીંગતેલ ડબ્‍બે ૧રપ રૂા., કપાસીયા તેલમાં ૭૦ રૂા. અને પામોલીન તેલમાં ૩પ રૂા.નો ભાવવધારો મગફળીનું ૩૮ લાખ ટન ઉત્‍પાદન થયું, ૧૮ લાખ ટન સરકારે ખરીદી, ૧૦ થી ૧ર લાખ મણ મગફળી પિલાણમાં આવી ગઇ , હવે બજારમાં ૮ લાખ ટન જ મગફળી છે, મગફળીની અછતના કારણે સીંગતેલના ભાવમાં ભડકો

રાજકોટ, તા., ર૭ :  મગફળીની અછતના કારણે સીંગતેલમાં  શરૂ થયેલ તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧૦ રૂા. સાથે બે દિવસમાં ૪૦ રૂપીયાનો ભાવવધારો થતા સીંગતેલ ડબ્‍બાનો ભાવ ર૯૦૦ રૂા.ની સપાટી પાર કરી ગયો છે.  રાજય સરકારે ખરીદેલી મગફળીનો જથ્‍થો વેચવા કાઢે તો જ સીંગતેલના ભાવો ઘટશે તેવો વેપારીઓએ સુર વ્‍યકત કર્યો છે.

સ્‍થાનીક બજારમાં આજે પણ સીંગતેલમાં  ૧૦ રૂપીયા વધ્‍યા હતા. ગઇકાલે ૩૦ રૂપીયા વધ્‍યા બાદ આજે વધુ ૧૦ રૂપીયાના ઉછાળાના સાથે બે દિવસમાં સીંગતેલમાં ૪૦ રૂપીયા વધી ગયા છે. સીંગતેલ નવા ટીનનો ભાવ ર૮પ૦ થી ર૯૦૦ રૂપીયા હતા તે વધીને ર૮૬૦ થી ર૯૧૦ રૂપીયા થયા છે. કપાસીયા તેલમાં પણ પ રૂપીયાનો ભાવવધારો થતા કપાસીયા ટીનના ભાવ વધીને ર૩રપ થી ર૩પપ રૂપીયા થયા છે.

છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલમાં ડબ્‍બે ૧રપ રૂપીયા, કપાસીયા તેલમાં ૭૦ રૂપીયા અને પામોલીન તેલમાં ૩પ રૂપીયાનો નોંધપાત્ર ભાવવધારો થયો છે. સીંગતેલના ભાવવધારાનું કારણ મગફળીની અછત ગણાવાય છે. વેપારી સુત્રોના જણાવ્‍યા મુજબ ચાલુ વર્ષે મગફળીનું ૩૮ લાખ ટન ઉત્‍પાદન થયું હતું. જેમાંથી ૧૮ લાખ ટન રાજય સરકાર (નાફેડ)એ ખરીદી લીધી છે. ૧૦ થી ૧ર ટન મગફળી પિલાણમાં આવી ગઇ છે. બજારમાં ૮ લાખ ટન મગફળી ઉપલબ્‍ધ છે. અને હાજર માલની ખેંચ એટલે કે મગફળીની અછતના કારણે સીંગતેલના ભાવો સળગી રહયા છે. સીંગતેલના ભાવો વધતા અટકાવવા માટે રાજય સરકાર નાફેડે ખરીદેલ માલ બજારમાં વેચે તો જ સીંગતેલના ભાવો ઘટે તેવી શકયતા છે.

(4:06 PM IST)